1000 ટ્રેકટરો સાથે ખેડૂતો સંસદ ભવન જશે…!

1000 ટ્રેકટરો સાથે ખેડૂતો સંસદ ભવન જશે...!
1000 ટ્રેકટરો સાથે ખેડૂતો સંસદ ભવન જશે...!

આજે સોનીપતની કંડલી બોર્ડર પાસે જે બેઠક મળી હતી તે બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 29 નવેમ્બરે ખેડૂતો 1000 ટ્રેકટર સાથે ગાજીપુર બોર્ડર અને ટીકરીવ બોર્ડરથી સંસદ ભવન જઈને કુચ કરવાના છે. સંયુક્ત મોર્ચા દ્વારા 9 સદસ્યોની કમિટી બનાવામાં આવી જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 નવેમ્બરે ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સંખ્યા પણ વધારવામાં આવશે. બાદમાં 29 નવેમ્બરે ટિકરી અને ગાઝીપુર બોર્ડરથી 500-500 ટ્રેકટર સાથે ખેડૂતો સંસદ તરફ કૂચ કરશે.

આ બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જો ખેડૂતોને રસ્તામાં રોકવામાં આવ્યા તો તેઓ ત્યાજ બેસી જશે. સમગ્ર મામલે ખેડૂત નેતા જગજીત સિંહ દ્વારા માહિતી આપવામાં આવી જો રસ્તામાં ખેડૂતોને રોકવામાં આવશે તો તેઓ ત્યાજ બેસી જવાના છે.

તો બીજી તરફ ખેડૂત નેતા ગુરનામ સિંહ આ બેઠકમાંથી નારાજ થઈને નિકળી ગયા હતા અને તેમણે મીડિયા સાથે પણ કોઈ વાત ન કરી.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં કેટલીય વખત મહા પંચાયતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

Read About Weather here

26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ ટ્રેકટર પરેડ કાઢી હતી ત્યારે ભારે હિંસા થઈ હતી. ત્યારે હવે તો ખેડૂતો ફરી સંસદ ભવન ખાતે ટ્રેકટરો સાથે પહોચી રહ્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here