મુંબઈના ગોરેગાંવમાં પાત્રા ચાલ કૌભાંડમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.સંજયના નજીકના ગણાતા પ્રવીણ રાઉત ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા અને તેમના નજીકના ગણાતા પ્રવીણ રાઉતની 11 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત કરાઈ છે.આ કંપની ગોરેગાંવની પાત્રા ચાલના રિડેવલપમેન્ટમાં સામેલ છે. આ ચાલ મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ની 47 એકર જમીન પર બની છે. જેમાં 672 ભાડુઆત રહેતા હતા.પ્રવીણની ફર્મને પાત્રા ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને 672 ભાડુઆતના રિહેબિલિટેશનનું કામ સોંપવામાં આવ્યું હતું. ફર્મ તેના માટે 672 ભાડુઆત અને મ્હાડાની સાથે ત્રિપક્ષીય સમજૂતી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
તપાસ એજન્સી મુજબ પ્રવીણ રાઉતે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રાકેશ કુમાર વાઘવાન, સારંગ વાઘવાન અને ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના અન્ય ડાયરેક્ટર્સે વધારાના ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ કે FSI ગેરકાયદે રીતે બિલ્ડરને 1034 કરોડ રૂપિયામાં વેચ્યા હતા.FSI તે ફ્લોર એરિયા છે જેના પર બિલ્ડર કોઈ પ્લોટ કે જમીન પર કન્સ્ટ્રક્શન કરી શકે છે. આ ડીલ પ્રવીણે રિહેબ ફ્લેટ્સ એટલે કે ભાડુઆત માટે લીધેલા ફ્લેટ્સનું કન્સ્ટ્રક્શન કર્યા વગર કરી હતી. જે તેમને તૈયારી કરીને મ્હાડાને આપવાનું હતું. આ સમજૂતીની શરત હતી.જેમાં પ્રવીણ રાઉત ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ના ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. આ રીતે તેમને 672 ભાડુઆત અને ખરીદદારોના હિત વિરૂદ્ધ વાઘવાન બંધુઓની સાથે મળીને એક હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યું.
EDનો આ કેસ મુંબઈ પોલીસની FIR પર આધારિત છે. વિભિન્ન બિલ્ડરો પાસેથી 1034 કરોડ લીધા ઉપરાંત આરોપીઓએ બેંક લોન પણ લીધી હતી.EDના જણાવ્યા મુજબ 2010માં પ્રવીણે 95 કરોડ રૂપિયા બેંક ખાતામાં મેળવ્યા, જેને ઈક્વિટી વેચી અને જમીન ડીલથી મેળવેલી રકમ ગણાવી હતી, જ્યારે કે કંપનીએ કોઈ પ્રોજેક્ટ પૂરો ન કર્યો અને તેનાથી કોઈ આવક ન થઈ. આ રીતે એજન્સીના જણાવ્યા મુજબ પ્રવીણ મની લોન્ડ્રિંગનો આરોપી છે. ED મુજબ HDILએ લગભગ 100 કરોડ રૂપિયા પ્રવીણ રાઉતના ખાતામાં ટ્રાંસફર કર્યા. પ્રવીણે આ રકમ પોતાના સાથીઓ, પરિવારના સભ્યો અને બિઝનેસ પાર્ટનર્સ તેમજ અન્ય લોકોના ખાતામાં નાખ્યા હતા.2010માં પ્રવીણની પત્ની માધુરી રાઉતે આ રકમમાંથી 83 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને આપ્યા.
Read About Weather here
જેનાથી વર્ષાએ દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. EDની તપાસ શરૂ થયા બાદ વર્ષાએ 55 લાખ રૂપિયા માધુરીને ફરી ટ્રાંસફર કર્યા. આ જમીન ડીલમાં રજિસ્ટર્ડ રકમ ઉપરાંત કેશ પેમેન્ટ્સ પણ વચેટિયાઓને આપી દીધા. જે બાદ જ EDએ પ્રવીણની સંપત્તિ જપ્ત કરવાના ઓર્ડર આપ્યા. પ્રવીણની EDએ 2 ફેબ્રુઆરી 2022નાં રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ધરપકડ કરી. હાલ તે જેલમાં બંધ છે. EDનો આરોપ છે કે હિમ બીચ પર વર્ષા રાઉત અને સ્વપના પાટકરના નામે 8 પ્લોટ ખરીદવામાં આવ્યા. સ્વપના સુજીત પાટકરની પત્ની છે. સુજીત પણ સંજય રાઉતના નજીકના સાથી ગણાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here