રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવક વધતા ભાવમાં ઘટાડો
એક માસ પહેલા સિસકારા બોલાવી દે તેવા ભાવ ધરાવતા ટમેટાના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. અગાઉ 100 ના કિલો મળતા ટમેટાની આવક વધતા ભાવ રૂ.40 થી 50 નો બોલાઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી હાલ આવક વધારો થતા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટીંગ યાર્ડના સૂત્રોએ કહયું હતું કે, ટમેટાની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે રાજકોટ યાર્ડમાં ટમેટાની 796 કવીન્ટલની આવક હતી અને 20 કિલોના ભાવ રૂ.300 થી 550 નો જોવા મળ્યો હતો.
હાલ પુરતા પ્રમાણમાં માલ આવી રહ્યો હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં હાલ ધિસોડા, ગલકા, કાકડીના હોલસેલમાં નીચા ભાવ જોવા મળી રહ્યા છે પણ છૂટક બજારમાં તેના 50 ટકાથી વધુ ભાવ વસૂલાય છે.
Read About Weather here
ટમેટાના હોલસેલમાં પ્રતિકિલોના ભાવ રૂ.15 થી 30 સુધીના માલ પ્રમાણે હતા જેની સામે છૂટક બજારમાં ટમેટાનો ભાવ રૂ.30 થી 40 સુધીનો જોવા મળી રહ્યો છે. બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના રૂલ પ્રમાણે ભાવમાં ઘટાડો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here