દેશમાં બેરોજગારીના મામલે અવારનવાર ટીકા પ્રહારોનો સામનો કરી રહેલી મોદી સરકાર અચાનક આ મુદ્દા પર એક્શન મોડમાં આવી ગઈ છે અને યુવા વર્ગ માટે એવી ઐતિહાસિક ઘોષણા કરવામાં આવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા 18 માસમાં 10 લાખ લોકોને કેન્દ્રમાં નોકરી આપવાનો નિણર્ય લીધો છે અને એ દિશામાં મિશન મોડમાં કામ કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને આદેશ આપ્યો છે. પીએમઓનાં ઇન્ડિયા એકાઉન્ટમાં ખાસ ટ્વીટ કરીને આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. રોજગારી માટે ભટકતા યુવાનો માટે આ બહુ જ મોટા મહત્વનાં અને જીવનને વળાંક આપનારા સમાચારો છે.
Visit Saurashtra Kranti Homepage here
પીએમઓનાં ટ્વીટ મુજબ વડાપ્રધાને તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંશાધન અંગે ઊંડી સમીક્ષા કરી હતી અને દોઢ વર્ષમાં 10 લાખ લોકોને કેન્દ્રીય નોકરી આપવાનું વડાપ્રધાને લક્ષ્યાંક આપ્યું હતું. એક મિશનની જેમ કામ કરીને ભરતીઓ કરવાનો વડાપ્રધાને આદેશ આપ્યો હતો.વડાપ્રધાને કેન્દ્રીય સ્તરે ખાલી પડેલી જગ્યાઓ અંગે સમીક્ષા શરૂ કરી ત્યારથી જ તમામ મંત્રાલય અને વિભાગોએ ખાલી જગ્યાઓ અંગેની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. એપ્રિલમાં વડાપ્રધાને તમામ કેન્દ્રીય સચિવો સાથે 4 કલાક લાંબી બેઠક કરી હતી અને ભરતી પ્રક્રિયા અંગે તાકીદનાં આદેશ આપ્યા હતા.તાજેતરમાં વિરોધ પક્ષોએ બેકારી અને બેરોજગારીનાં મુદ્દા પર અનેકવાર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
Read About Weather here
તાજેતરમાં યોજાયેલી યુપી સહિતનાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં વિપક્ષોએ ખાલી પડેલી સરકારી જગ્યાઓ અને બેરોજગારીનાં પ્રશ્ર્નને ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો. પટણા, અલ્હાબાદ જેવા શહેરોમાં તો મોટી સંખ્યામાં યુવાનોએ રેલવે ભરતી મામલે ઉગ્ર દેખાવો કર્યા હતા. વિપક્ષોએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે કે, મોદી સરકાર બેરોજગાર યુવાનોને કામ આપી શકતી નથી. આવા પ્રતિકુળ વાતાવરણમાં અચાનક વડાપ્રધાનનો નિર્ણય બેરોજગારો માટે આશાનાં નવા કિરણ સમાન બની રહેશે. વડાપ્રધાને જે ભરતી ડેડલાઈન આપી છે એ 2024 ની લોકસભા ચૂંટણીઓનાં ચાર- પાંચ મહિના પહેલા જ પૂરી થઇ જાય છે એટલે લક્ષ્યાંક પૂર્ણ કરવાનું દરેક મંત્રાલયો માટે ટોચની અગ્રતાનું કામ બની રહેશે.સરકારી સૂત્રો જણાવે છે તેમ રેલવેમાં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે. ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્રનાં પરસોનેલ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે રાજ્યસભામાં એક પ્રશ્ર્નનાં જવાબમાં માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારનાં વિભાગોમાં 8.72 લાખ જગ્યાઓ ખાલી છે. આ આંકડો ગયા વર્ષનો છે. એટલે ખાલી જગ્યાઓની સંખ્યા વધીને 10 લાખ થઇ ગયાનું માનવામાં આવે છે. એ જગ્યાઓ ભરવાનો આજે વડાપ્રધાને આદેશ આપી દીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here