હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર આઈટીના દરોડા

હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર આઈટીના દરોડા
હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર આઈટીના દરોડા
આ કંપની દુનિયાના 50થી વધુ દેશમાં ભારતમાં ઉત્પાદિત દવાઓની નિકાસ કરે છે

કુલ 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યાસીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે દરોડા દરમિયાન અનેક બેંકોના લૉકરની માહિતી મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 142.87 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કુલ 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દરોડા દરમિયાન, અનેક બેંક લોકર મળી આવ્યા હતા જેમાંથી 16 ચાલુ હાલતમાં હતા.

અત્યાર સુધીમાં દરોડામાં રૂ. 142.87ની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ તેનું નામ હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્મા ગ્રુપ સાથે જોડાયેલ જણાવ્યુ છે. CBDT એ કહ્યું કે વધુ તપાસ ચાલુ છે. CBDT આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.

સીબીડીટીએ વધુમાં જણાવ્યુ હતું કે હજી આગળ તપાસ ચાલી રહી છે. સીબીડીટી ઇન્કમટેક્સ વિભાગ માટેની નીતિઓ તૈયાર કરે છે.

સીબીડીટીએ કહ્યું કે આ કંપની ફાર્માસ્યુટિકલ સામગ્રી વગેરેનું ઉત્પાદન કરે છે અને મોટાભાગે અમેરિકા અને દુબઈ જેવા દેશો તેમનં કેટલાક આફ્રિકન દેશો અને યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે

આવકવેરા વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા. આ દરોડા કરતા અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા, જ્યારે તેમને રૂ. 142 કરોડ કેશ તિજોરીઓમાંથી મળી.

એક તિજોરીમાં તો કેશ ભરવા વચ્ચે પાર્ટિશન પણ નહોતા. આવકવેરા વિભાગે કહ્યું કે, દસ્તાવેજો તપાસ્યા પછી ખબર પડી કે, આ કંપનીએ રૂ. 550 કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. આ કંપની દુનિયાના 50થી વધુ દેશમાં ભારતમાં ઉત્પાદિત દવાઓની નિકાસ કરે છે.

આવકવેરા વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા હતા.

સીબીડીટીએ જણાવ્યું હતું કે, “ડિજિટલ મીડિયા, પેન ડ્રાઈવ, દસ્તાવેજો વગેરેના સ્વરૂપમાં ગુના સાબિત કરનારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને જૂથ દ્વારા બનાવેલ એસએપી અને ERP સોફ્ટવેરથી ડિજિટલ ‘પુરાવા’ એકત્રિત કરવામાં આવ્યા હતા.

” કોવિડ-19 ની સારવાર માટે અનેક કરારો પર હસ્તાક્ષર અને વિવિધ દવાઓ જેમ કે રેમડેસિવીર અને ફેવિપીરાવીર જેવી અનેક દવાઓ વિકસિત કરવા માટેના કામોમાં સામેલ હોવાને કારણે હેટેરો જૂથ હેડલાઇનમાં રહ્યું હતું.

હેટેરો ગ્રુપ ભારત, ચીન, રશિયા, ઇજિપ્ત, મેક્સિકો અને ઈરાનમાં 25 થી વધુ ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે.

હેટેરોએ ગયા મહિને કહ્યું હતું કે તેને હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં COVID-19 ની સારવાર માટે ટોસિલીઝુમેબના બાયોસિમિલર વર્ઝન માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી ઈમરજન્સી ઉપયોગ માટેની પરવાનગી મળી છે.

ઉલ્લેખનીય છે કે, આ ફાર્મા કંપની તે કંપનીઓમાં સામેલ છે, જેણે ભારતમાં કોવિડ-19 વેક્સિન સ્પુતનિક વીના નિર્માણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યા છે.

આવકવેરા વિભાગ દ્વારા કેટલાક અન્ય કાનૂની મુદ્દાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા જેમ કે વ્યક્તિગત ખર્ચ કંપનીના ખાતાઓમાં લખવામાં આવી રહ્યો છે અને સંબંધિત પક્ષો દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત સરકારી નોંધણી કિંમત કરતાં ઓછી બતાવવામાં આવી છે.

Read About Weather here

કંપની પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન તે સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં હિસાબના ચોપડા અને રોકડ ભરેલા અન્ય બંડલ મળી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here