હું ચૂંટણી લડવાનો નથી, યુવાનોને તક આપવી જોઈએ

હું ચૂંટણી લડવાનો નથી, યુવાનોને તક આપવી જોઈએ
હું ચૂંટણી લડવાનો નથી, યુવાનોને તક આપવી જોઈએ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું-
વજુભાઈ વાળાના અનુકરણીય માર્ગે જવાની અન્ય નેતાઓ હામ ભીડશે?
એક નેતા બાળકની જેમ રિસાઈ ગયા હતા!
એક ધારાસભ્ય એ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું કે, ચૂંટણી લડવાનો નથી. મારૂ એવું માનવું છે કે, આ દેશના યુવાનોને ચૂંટણી લડવા માટેની તક આપવી જોઈએ. ભાજપમાં એક માનસિકતા થઇ ગઈ છે કે, જેને મોટું પદ મળ્યું હોય તો તે મોટો કાર્યકર્તા છે અને જેનું નાનું પદ મળ્યું હોય તે નાનો કાર્યકર્તા છે. બસ એક આ માનસિકતા દુર કરવાની જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના સિધ્ધાંત પ્રમાણે જે કાર્યકર્તાને પાર્ટી તરફથી પદ અને હોદો આપવામાં આવે તેનું પાલન કરવું જોઈએ. જ્ઞાતિવાદની અંદર લોકો અપેક્ષા રાખે છે આજે કઈ જ્ઞાતિ એવી છે કે જે અપેક્ષા નથી રાખતી. કોઈ જ્ઞાતી એમ કહે છે કે, આ જ્ઞાતિના વ્યક્તિને પદ મળી ગયું એટલે તેનો વારો આવી ગયો હવે અમારો વારો આવવો જોઈએ. આવું કઈ હોય જ નહી પક્ષ નક્કી કરશે કે કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી. ભાજપ હંમેશા જ્ઞાતિવાદથી ઉપર રહ્યું છે.આંતરિક જુથવાદ અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, બે કાર્યકરો વચ્ચે કાર્ય પદ્ધતિને લઈને વિસંગતા જોવા મળે છે. આ વિસંગતાઓ દુર કરીને બધાને એક જૂથ થઈને કામ કરવું જોઈએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક નેતાને ટિકિટ નહી મળતા બાળકની જેમ રિસાઈ જઈ ઘરમાં પુરાઈ બેસી રહ્યા હતા! તત્કાલીન મુખ્યમંત્રી રિસાઈ ગયેલા નેતાના ઘરે દોડી ગયા હતા. તત્કાલીન મુખ્યમંત્રીને ઘરની બહાર ઉભું રહેવું પડ્યું હતું. સાથે આવેલા નેતાઓએ માસ્તર સાહેબને દરવાજો ખોલવાનું કહ્યું હતું. થોડીવાર પછી નારાજ નેતાએ દરવાજો ખોલ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રીએ મનામણા કર્યા હશે. ત્યારબાદ થોડોક સમય બાળકની જેમ રિસાઈ ગયેલા નેતાનો ચહેરો ગુમસુમ જોવા મળતો.
ચૂંટણીમાં પાર્ટીએ જે નિર્ણય લીધો હોય તે મુજબ ઉમેદવારો જાહેર કર્યા છે તેવું નેતાઓ તથા કાર્યકરોને કહેનાર નેતા બાળકની જેમ રિસાઈ જતા તે સમયે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ચૂંટણી પૂરી થયા પછી નારાજ નેતાને પાર્ટીએ ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી ટાણે નારાજ થયેલા નેતાને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહી મળે તો બાળકની જેમ ફરી રિસાઈ જશે કે પછી? તેની ચર્ચાઓ ચૂંટણી પહેલા થવા લાગી છે.

એક નેતાને એવો વિશ્ર્વાસ હતો કે, તેણે વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ચૂંટણીની તડામાર તૈયારીઓ આદરી દીધી હતી. પાર્ટીએ ટિકિટ આપી હતી અને નેતા ચૂંટણી જીતી જઈ ધારાસભ્ય બની ગયા.

Read About Weather here

યુ.પી, બિહાર સહિત પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થશે તેવું ચર્ચાઈ રહ્યું છે. ધારાસભ્યને પાર્ટી ફરી ટિકિટ આપશે તેવો પુરેપુરો વિશ્ર્વાસ હોય તેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તૈયારીઓ આદરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here