હાથની નસો કાપી…!

હાથની નસો કાપી...!
હાથની નસો કાપી...!

ચાંદલોડિયા સત્તાધાર સોસાયટીમાં રહેતા સુરેશ સાપેલા(31) ઓમ રેસિડેન્સી નીચે જય અંબે પાન પાર્લર નામની દુકાન ધરાવે છે. લૉકડાઉન દરમિયાન સુરેશને પૈસાની જરૂર હોવાથી તેણે સાબરમતી કાળીગામમાં રહેતા રીન્કુ પાસેથી રૂ.2.83 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ સુરેશે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વાલાભાઈ ભરવાડના દીકરા વિષ્ણુ (ન્યૂ રાણીપ) પાસેથી માસિક 12 ટકાના વ્યાજે રૂ.1 લાખ, જ્યારે હોમગાર્ડના જવાન રાહુલ શર્મા પાસેથી માસિક 6 ટકાના વ્યાજે રૂ.1 લાખ ઉછીના લીધા હતા.

જેમાંથી રીન્કુને વ્યાજ સાથે ટુકડે ટુકડે રૂ.3 લાખ ચૂકવી દીધા હતા. જ્યારે રાહુલ શર્માને 5 મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. જ્યારે રીન્કુને પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા હતા.

લોકડાઉન દરમિયાન પૈસાની જરૂર હોવાથી પાનનો ગલ્લો ચલાવતા યુવાને પોલીસપુત્ર, હોમગાર્ડ જવાન સહિત 3 પાસેથી રૂ.4.83 લાખ ઉછીના લીધા હતા. 10થી 12 ટકાના માસિક વ્યાજે ઉછીના લીધેલા પૈસામાંથી યુવાને 3 લાખ જેટલા ચૂકવી દીધા હતા.

તેમ છતાં ત્રણેય જણાં પૈસાની ઉઘરાણી માટે યુવાનને શારીરિક-માનસિક ત્રાસ આપીને ધમકી આપતા હોવાથી તંગ આવી ગયેલા યુવાને પાર્લરમાં જ ફિનાઈલ પી લઈને હાથની નસો કાપી દીધી હતી.

18 ઓકટોબરે સાંજે રાહુલ શર્માએ સુરેશને ફોન કરીને ગોતા મળવા માટે બોલાવ્યો હતો અને પૈસા માટે ધાકધમકી આપી હતી. જો કે સુરેશ પાસે હાલમાં યોગ્ય કામ ધંધો ન હોવાથી તે પૈસા ચૂકવી શકે તેમ ન હતો.

જેથી આ ત્રણેયના પૈસાની ઉઘરાણીના ત્રાસ અને ધાક ધમકીથી કંટાળીને સુરેશ પાર્લર ઉપર જઈ ફિનાઈલ પી લીધું હતું. તેમજ બંને હાથના કાંડાની નસો કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જોકે સુરેશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોલા પોલીસે ત્રણેય વિરુદ્ધ મની લોન્ડરિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

વિષ્ણુના પિતા વાલાભાઈ ભરવાડ સોલા હાઈકોર્ટ પોલીસ પીસીઆર વાનના ડ્રાયવર છે. ફરિયાદ થતા પોલીસે રાહુલ અને રીન્કુની ધરપકડ કરી છે. જ્યારે વિષ્ણુ ભાગી જતાં પોલીસે પકડવા તજવીજ શરુ કરી છે.

– જે.પી.જાડેજા, પીઆઈ, સોલા હાઈકોર્ટ ત્રણેય વ્યાજખોરોની પૈસાની ઉઘરાણીનું ટેન્શન થઈ જતા સુરેશે સોમવારે રાતે દુકાને જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Read About Weather here

જો કે પત્ની ટીફીન આપવા આવી ત્યારે સુરેશ અર્ધ બેભાન અને લોહી લુહાણ હાલતમાં પડ્યો હોવાથી 108 બોલાવીને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here