હવે ખુલ્લેઆમ બિયર પીવાની પરવાનગી…!

હવે ખુલ્લેઆમ બિયર પીવાની પરવાનગી...!
હવે ખુલ્લેઆમ બિયર પીવાની પરવાનગી...!
કતર ટૂર્નામેન્ટ લગભગ 10 લાખ વિદેશી ચાહકોને આકર્ષશે તેવી અપેક્ષા છે અને દેશ તેમના માટે તેની નીતિમાં ફેરફાર કરવા તૈયાર છે. ઇસ્લામિક દેશો (Islamic Country) મોટેભાગે ખૂબ જ રૂઢિચુસ્ત હોય છે અને આ દેશના કાયદાઓ પણ ખૂબ કડક હોય છે. તેવામાં હવે પહેલી વાર કતરમાં લોકોને ખુલ્લેઆમ બીયર પીવાની પરવાનગી આપવામાં આવશે. તો ચાલો જાણીએ કે કેમ આ દેશને પોતાના નિયમોમાં છૂટછાટ આપવી પડી.

Visit Saurashtra Kranti Homepage here

આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, 2022 વર્લ્ડ કપ માટે ફૂટબોલ ચાહકોને સ્ટેડિયમમાં બીયર પીવાની મંજૂરી આપવા માટે FIFA અને બિયર કંપની Anheuser-Busch InBev NV ના દબાણ વચ્ચે કતર FIFA વર્લ્ડ કપના અધિકારીઓ સ્ટેડિયમમાં આલ્કોહોલ પ્રતિબંધ હળવો કરી રહ્યા છે. જોકે, કતર ફિફા વર્લ્ડ કપના અધિકારીઓએ હજુ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. આયોજકોએ ચાહકોની માંગને સમાવવા માટે વધતી જતી ઈચ્છાનો સંકેત આપ્યો છે, કારણ કે ટુર્નામેન્ટ નજીક આવી રહી છે.

Read About Weather here

એક પ્રવક્તાએ કહ્યું, ‘જૂથ તમામ સ્થાનિક અને મુલાકાતી ચાહકો માટે કામ કરી રહ્યું છે. વર્લ્ડ કપમાં આલ્કોહોલની ડિલિવરી અંગેની કતરની સર્વોચ્ચ સમિતિએ વચન આપ્યું છે કે સ્ટેડિયમ અને અન્ય હોસ્પિટાલિટી સ્થળોની બહારના ‘ફેન ઝોન’માં આલ્કોહોલ ઉપલબ્ધ થશે. વધુ વિગતો સમયસર જણાવવામાં આવશે.’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here