સ્પોર્ટસ યુનિ.માં કુલપતિ શૂટિંગ એકેડમીની મુલાકાતે

સ્પોર્ટસ યુનિ.માં કુલપતિ શૂટિંગ એકેડમીની મુલાકાતે
સ્પોર્ટસ યુનિ.માં કુલપતિ શૂટિંગ એકેડમીની મુલાકાતે

સુરતમાં નેશનલ રિનાઉન્ડ શૂટર્સને પ્રોત્સાહિત કર્યા

સ્પોર્ટસ યુનિ. ના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીની રૂબરૂ મુલાકાત લઇ નેશનલ રિનાઉન્ડ શૂટર્સને પ્રોત્સાહિત કર્યા.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ સુરતની લેન્સર્સ આર્મી સ્કૂલમાં સ્થિત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ સાથે તેમણે 64મી ઓલ ઇન્ડિયા નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં રિનાઉન્ડ થયેલા અને ટિમ ઇન્ડિયાની સિલેક્શન ટ્રાયલ્સ માટે સિલેક્ટ થયેલા તમામ નિશાને બાજોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત ડો.રાણાએ એકેડમીના સંચાલક વિમલ રાજ્યગુરૂ અને દિવ્યેશ ગેડિયા તેમજ કોચ સાઈ ચેવલી સહિત એકેડમીના અન્ય શૂટર્સ સાથે પણ મુલાકાત કરી અને એકેડમીના તમામ નિશાનેબાજો શૂટિંગ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વૈશ્ર્વિ કસ્તરે સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Read About Weather here

વધુમાં 64મી ઓલ ઇન્ડિયા નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં રિનાઉન્ડ થયેલા તમામ શૂટર્સને એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલા સન્માનપત્ર આપી ડો.રાણાએ તેમનો જુસ્સો વધાર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here