સ્ટે.કમિટી વૃધ્ધો-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરીનો નિર્ણય લેશે?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસ બાદ બજેટ જનરલ બોર્ડમાં મુકાશે

સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ શહેરીજનોની માંગને સ્વીકારશે તેવી આશા

અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 નું રૂા.7 કરોડનું સુધારા સાથે બજેટમાં શહેરમાં 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સીટીઝન તેમજ કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ એ.એમ.ટી. બસમાં ફ્રી માં મુસાફરી કરી શકશે. નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સ્કૂલમાં આવવા-જવા માટે બસના ફ્રી પાસ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મ્યુ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે વર્ષ 2022-23 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં શહેરમાં લોકોને સ્થાનિક પરીવહનની સેવા આપતી સિટી બસ અને બીઆરટીએસ બસમાં લોકોને રોજબરોજ ટિકિટની ખરીદી કરવાની મુકિત આપવા માટે ડેઈલી અને મંથલી પાસની સુવિધા લોન્ચ કરવામાં આવશે. આ સેવા સરળતાથી લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન છે. નાણાકીય વર્ષ 2022-23 ના અંત સુધીમાં 100 ઈલેકટ્રીક બસને જાહેર પરિવહન સેવામાં મુકીને કાર્યરત કરવાનું આયોજન છે. આ અંગે રૂા.700 લાખની જોગવાઈ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનું ચાલુ નાણાકીય વર્ષ 2021-22 નું રીવાઈઝડ તથા આગામી નાણાકીય વર્ષ 2022-23 નું વાર્ષિક અંદાજપત્ર મ્યુ.કમિશનર દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું.

મ્યુ.કમિશનર દ્વારા રજૂ કરેલ અંદાજપત્ર સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ તથા સ્ટે. કમિટીના સભ્યો અભ્યાસ કરી સુધારા સાથે આગામી જનરલ બોર્ડમાં રજૂ કરશે.અમદાવાદ મહાનગરપાલિકાનં સુધારા સાથે બજેટમાં શહેરમાં 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સીટીઝન તેમજ કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓ પણ એ.એમ.ટી. બસમાં ફ્રી માં મુસાફરી કરી શકશે.

Read About Weather here

રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર મ્યુ.કમિશનર દ્વારા અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરેલ. સ્ટે.કમિટી સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસ બાદ અંદાજપત્ર જનરલ બોર્ડમાં મુકાશે. સ્ટેન્ડિંગ કમિટી વૃધ્ધો-બાળકોને સિટી બસ ફ્રીમાં મુસાફરીનો નિર્ણય લેશે કે કેમ?, શહેરીજનોની માંગને સ્વીકારવામાં આવશે કે કેમ?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here