સ્ટેટ જીએસટીના દરોડા બાદ કોચિંગ કલાસીસમાંથી 42 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તાજેતરમાં જ સ્ટેટ જીએસટી વિભાગે રાજયમાં રાજકોટ સહિત જુદા જુદા જિલ્લાઓમાં 54 સ્થળોએ કોચિંગ કલાસીસમાં દરોડા પાડેલા જેમાં 42 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમંયાતરે જુદી – જુદી સર્વિસીસમાં સિસ્ટમ બેઝડ એનાલીસીસ તેમજ માર્કેટ ઇન્ટેલીજંસ આધારીત ટેક્ષનું યોગ્ય રીતે કમ્પલાઇંસ કરવામાં આવે છે કે કેમ તે જોવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં રાજ્યભરમાં કેટલાક કોચિંગ ક્લાસીસ સાથે સંકળાયેલ વ્યવસાયિકો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના અને સ્કૂલના વિદ્યાર્થીઓને કોચીંગ આપતા એકમોના સ્થળોએ તપાસની સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં વર્લ્ડ ઇનબોકસ નોલેજ શેરીંગ પ્રા.લી.ના રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, સુરેન્દ્રનગર, ગોધરા, આણંદ, જામનગર, મહેસાણા, દાહોદ, મોરબી, વડોદરા, સુરત અને વ્યારા એકમોમાં, વર્લ્ડ ઇનબોકસ એડ્યુ.પેપર પ્રા.લી. ભાવનગર, વર્લ્ડ ઇનબોકસ એકેડેમી રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને હિંમતનગરમાં, સ્વામી વિવેકાનંદ એકેડમી ગાંધીનગર અને ભાવનગર, વિવેકાનંદ એકેડમી ગાંધીનગર, કિશોર ઇન્સ્ટીટ્યુટ ગાંધીનગર, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સુરત અને નવસારી, વેબસંકુલ પ્રા.લી. જામનગર, ગાંધીનગર , અમદાવાદ, ભાવનગરમાં, જીપીએસસી ઓનલાઇન ગાંધીનગર અને કોમ્પીટીટીવ કેરીયર જુનાગઢ ખાતે સર્ચની કાર્યવાહી થઈ હતી.

Read About Weather here

આ સર્ચ કાર્યમાં કરચોરીના સંખ્યા બંધ દસ્તાવેજો જપ્ત કરી સંશોધન કરાતા આવા વ્યવહારો પર અંદાજે 6 કરોડનો વેરો ભરવાપાત્ર થાય છે જેમાંથી 1.85 કરોડની વસૂલાત થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ દંડ અને બાકી રકમની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. કોચિંગ ક્લાસ સેવા પર સરકાર 18 ટકા જીએસટી છે. આ કર ચોરીમાં વિદ્યાર્થીઓ પાસેથી કોચિંગ ક્લાસીસની ઉઘરાવવામાં આવતી ફી હિસાબી સાહિત્યમાં ઓછી દર્શાવી, પાકી પહોંચ ન આપી, અથવા તો ઓછી રકમની પાવતી આપી મેળવેલ રકમ, જીએસટી પત્રકમાં ઓછી દર્શાવી જીએસટીની ચોરી કરવામાં આવતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here