સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ : એનએસયુઆઇ આકરા પાણીએ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ : એનએસયુઆઇ આકરા પાણીએ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ : એનએસયુઆઇ આકરા પાણીએ

કૌભાંડમાં સંડોવાયેલા મનાતા રજીસ્ટ્રાર જતીન સોનીને તમામ પદ પરથી દુર કરવા માંગણી : યુનિવર્સિટી સંચાલકો યોગ્ય પગલા નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી

કુલપતિને માટી ભરેલા રમકડાના ટે્રકટર આપી અનોખો વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓ

સરકારની પ્રજાલક્ષી કામગીરી મીડિયા મારફત લોકો સુધી પહોંચાડવાના મામલે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ સદંતર ઉદાસીન અને નિષ્ક્રિય!

કલેકટરથી માંડી તમામ અધિકારીઓ સોશિયલ અને ન્યુઝ મીડિયામાં સક્રીય: પ્રાંત-2 ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ લોકોને માહિતી આપવામાં સક્રિય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી-મોરમ ફેરવવાની કામગીરીમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર અને કૌભાંડની ઉંડી અને તટસ્થ તપાસની માંગણી સાથે એનએસયુઆઇ રાજકોટ જિલ્લાના હોદ્ેદારો અને યુવા વિદ્યાર્થી તથા કાર્યકરોએ કુલપતિ સમક્ષ જોરદાર રજૂઆતો કરી હતી. કથીક માટી કૌભાંડમાં સંડોવાયેલા મનાતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જતીન સોનીને તાત્કાલીક અસરથી તમામ હોદ્ાઓ પરથી દુર કરવા એનએસયુઆઇ રાજકોટ જીલ્લા ઘટકે ઉગ્ર માંગણી કરી હતી.

Subscribe Saurashtra Kranti here

માટી કૌભાંડ તરફ ધ્યાન દોરવા માટે વિદ્યાર્થી નેતાઓ દ્વારા કુલપતીને માટી ભરેલા રમકડાના ટ્રેકટર આપી અનોખી ઢબે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, સોનીને છાવરવા માટે કુલપતીના ઇશારે જ અમને પોલીસે તપાસ સમીતી સમક્ષ જવા દીધા નથી. લોકશાહીમાં આવી રીતે રજૂઆત કરવા ન દેવાય એ શરમ જનક છે. કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, પ્રદેશ મંત્રી મીત પટેલ, ઉપપ્રમુખ મોહિલ ડવ, હર્ષ આસર, પાર્થ બગડા, રવિરાજ વાળા, જીત સોની અને મીહિર જસાણી વગેરે જોડાયા હતા. પોલીસે એનએસયુઆઇના તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

Read About Weather here

તપાસ સમીતીને આપેલા આવેદનપત્રમાં એનએસયુઆઇ દદ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, તટસ્થ રીતે તપાસ થવી જોઇએ એ માટે નીચેના મુદાઓ પર ધ્યાન આપવું જોઇએ. માટી નાખવાના આદેશ કોણે આપ્યા?, કયાં થી માટી લેવી કયાં નાખવી?, તેનો સર્વે કોણે કર્યો?, કેટલી માટીની જરૂર પડશે તેની ગણતરી કયાં વિભાગે કરી?, કોન્ટ્રાકટર નક્કી કરવાની પ્રક્રિયા શું હતી?, વર્ક ઓર્ડર અંગે બાંધકામ વિભાગ અને ઓડિટ વિભાગના રીમાર્ક મેળવવામાં આવ્યા છે?, કુલ કેટલા ફેરા થયા તેની ગણતરી માટે કોઇની નિમણૂંક થઇ હતી?, ફેરા આવતા ત્યારે સ્થળ પર કોઇએ વાઉચરમાં સહી કરી હતી?

કોન્ટ્રાકટરે માટી બહારથી લાવવાની હોય તો રોયલ્ટીની પહોંચ હતી કે કેમ?, કેટલા દિવસ કામ ચાલ્યુ અને તે માટે વપરાયેલા વાહનોના નંબર શું હતા?, જેસીબીનો ઉપયોગ થયો કે કેમ?, થયો હોય તો જેસીબીનો કેટલા કલાક અને કેટલા દિવસ ઉપયોગ થયો?, કયાં નંબરનું જેસીબી હતું?, કુલ કેટલી રકમનો ખર્ચ થયો?, સમગ્ર સુપરવિઝન કોણે કર્યુ?, માટી બરાબર પથરાય છે તેનું પ્રમાણપત્ર હોય તો રજૂ કરાયું? આવી તમામ પ્રાથમીક બાબતોની તપાસ કરવા માંગણી કરવામાં આવી હતી જો એવું ન થાય તો ધરણા અને આંદોલન કરવાની એનએસયુઆઇએ ચેતવણી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here