સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબી જતાં 4 તરૂણનાં મોત

સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબી જતાં 4 તરૂણનાં મોત
સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબી જતાં 4 તરૂણનાં મોત

રાજકોટના વાગુદળ નજીક નદીમાં ન્હાવા પડેલા ચારમાંથી બે પરપ્રાંતીય સગીરના ડૂબી જતાં મોત : બે ને ફાયરબ્રિગેડે બચાવી લીધા

ગઈકાલે ગણેશ વિસર્જનના દિવસે એક તરફ ઉજવણી થઈ રહી હતી તો બીજી તરફ કરુણ ઘટનાઓ સામે આવી હતી. સૌરાષ્ટ્રમાં નદી તળાવમાં પાણી ડૂબી જતાં 4 તરુણના મોત નિપજયાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના વાગુદળ નજીક નદીમાં ન્હાવા પડેલા ચારમાંથી બે પરપ્રાંતીય સગીરના ડૂબી જતાં મોત થયા હતા જ્યારે બે ને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા.

બીજી તરફ ટંકારાના વાછકપર ગામે તળાવમાં ન્હાવા પડેલા ધો.11માં અભ્યાસ કરતા ગંગદાસ પરમાર અને રાજકોટમાં જામનગર રોડ પર સંજયનગરમાં પાણીના ખાડામાં પડી ગયેલા 14 વર્ષીય શાહિદ ઓઠાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રથમ કિસ્સામાં રાજકોટના લોધિકા નજીક વાગુદળના પાટિયા પાસે ન્યારી નદીમાં ગઈકાલે સવારે 4 મિત્રો ન્હાવા માટે પડ્યા હતા. જોકે પાણી ઊંડુ હોવાને કારણે ચારેય ડૂબવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. જેમાં બેનો બચાવ થયો હતો. જ્યારે બે મિત્રો ડૂબી જતા મોત થતા તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના અને મેટોડામાં રહી કામ કરતા 4 મિત્રો આજે વાગુદળ નદીમાં ન્હાવા પડ્યા હતા.વધુ એક બનાવની વિગત મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા ગંગદાસ ઉર્ફે ગંગુ રમેશ પરમાર (ઉ.વ.15) ગતરોજ મીત્રો સાથે પોતાની વાડીએ ગયો હતો.

તે દરમ્યાન બાજુમાં આવેલા તળાવમાં મિત્રો સાથે ન્હાવા પડેલા હતા. જેમાં પાણીનો વધુ પ્રવાહ હોવાથી તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ સાથેના મિત્રોએ બુમાબુમ કરી મુકતા નજીકના વાડીમાલીકો ત્યાં દોડી ગયા હતા અને તળાવમાંથી તરુણને બહાર કાઢયો હતો.

ને સારવારમાં પ્રથમ ટંકારા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો.

Read About Weather here

ગંગદાસ ઉર્ફે ગંગુ 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ચાર બહેન ભાઈમાં નાનો હતો. તેના પિતા ખેતમજુરી કામ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here