સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી: ભરત બોઘરા

સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી: ભરત બોઘરા
સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી: ભરત બોઘરા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ આવી રહ્યા છે અને આટકોટ ગામે બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જ્યાં મોદીની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે. અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકો સભા સ્થળ પર તૈનાત રહેશે.આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભા સ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંગે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી: ભરત બોઘરા હોસ્પિટલ

જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે આ હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાડા ચાર વર્ષ પહેલાં જાહેરસભા કરી હતી, ત્યારપછી આગામી 28 તારીખે જાહેર સભા સંબોધશે. જ્યાં તેમની સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં એક પણ સરકારી બસનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. 250 કરતા વધુ ખાનગી બસમાં લોકો સ્વયંભૂ આવશે.આ ઉપરાંત હોસ્પિટલના અન્ય ટ્રસ્ટી પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, શનિવારે સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે માટે સભા સ્થળની આસપાસ અને નજીક 500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે વિશાલ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વયંસૈનિકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે.

સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી: ભરત બોઘરા હોસ્પિટલ

Read About Weather here

જયારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉનાળાને કારણે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 2 લાખ લીટર પીવાનું પાણી ડોમમાં રાખવામાં આવશે અને જે લોકો જાહેર સભામાં આવે તેમને ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. જ્યાં 2 કલાકમાં 3 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનના આગમનની તૈયારીને લઈને સમીક્ષા બેઠક બોલાવાઈ હતી જેમાં નક્કી કરાયું છે કે, પીએમ જ્યારે આવે ત્યારે તેમની આસપાસ રહેનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્ટેજ પર કે સ્ટેજની આસપાસના તમામના કાર્યક્રમ પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. વડાપ્રધાન હવાઈ માર્ગે આટકોટ પહોંચવાના હોવાથી કાર્યક્રમ સ્થળે હેલિપેડ, કોન્વોયની કામગીરી ફાયર સેફ્ટી, મેડિકલ ટીમ તેમજ કાર્યક્રમ સ્થળે જ્યાં મેદની છે ત્યાં એમ્બ્યુલન્સ રાખવા માટે આદેશ અપાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here