સોનીબજારના ધંધાર્થીઓ માટે સી.એફ.સી. ઉપયોગી બનશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શુક્રવારે રાજકોટમાં જ્વેલરી કલ્સ્ટર  ફેડરેશન રાજકોટ દ્વારા રૂા.6 કરોડની ગ્રાન્ટથી દિવાનપરા ખાતે બનાવાયેલું સી.એફ.સી (કોમન ફેસીલીટી સેન્ટર)  ખુલ્લુ મૂક્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી નવી ઉચાઈ સર કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પને આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરી  સાર્થક કરીશું, તેમ તેમણે ઉમેર્યું હતું.

 આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, કોમન ફેસિલિટી સેન્ટર  રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનું ગ્રોથ એન્જિન સાબિત થશે. રાજકોટમાં દોઢ લાખથી વધુ લોકો જેમ્સ જવેલરી ક્ષેત્રે કામ કરી રહ્યા છે. પંદર હજાર જેટલા યુનિટો રાજકોટમાં કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના  કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ દ્વારા રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રના કોમન ફેસિલિટી સેન્ટર માટે સહાય કરી છે. રાજકોટના સોની બજારના નાના ધંધાર્થીઓ માટે આધુનિક મશીન ઉપર કામગીરી કરવી સી.એફ.સી સેન્ટરના કારણે શક્ય બનશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભે વધુમાં જણાવ્યું કે, સરકારની યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકો ના ઘરે- ઘરે પહોંચે તે માટેનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે. સરકાર દ્વારા વચિતો ગરીબો માટે આવાસ પ્લોટ, માર્ગ, વીજળી, ગેસ કનેક્શન પાણી સહિતના પાયાના કામો થઈ રહ્યા છે. કોરોનાને નાથવામાં રસીકરણ ઝુંબેશ અને અનાજ વિતરણ કરી સરકારે  પ્રજાહિતલક્ષી કાર્યો કર્યા છે.

જ્વેલરી ક્લસ્ટર ફેડરેશનના પ્રમુખ ચંદ્રેશભાઇ પાટડીયાએ આ તકે સેન્ટર દ્વારા લેટેસ્ટ મશીન દ્વારા જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કઈ રીતે તૈયાર થાય છે તેની રૂપરેખા પૂરી પાડી હતી.

ૠઉંઊઙઈ ના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ રાજકોટ ખાતે સેન્ટ્રલ ગવર્મેન્ટની મદદથી તૈયાર થયેલ કોમન ફેસિલિટી સેન્ટરનને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુલ્લુ મુકવા બદલ અભિવાદન કરતાં જણાવ્યું હતું કે, રાજકોટમાં પણ ખૂબ મોટા પાયે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીનું પ્રોડક્શન થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં જ્વેલરી પાર્ક ઊભો કરવા મુખ્યમંત્રીને સૂચન કરાયું હતું જેના થકી રાજકોટ ખાતે  મોટા પાયે રોજગારી  થવાની શક્યતા દર્શાવી હતી

2300 ચોરસફૂટ કાર્પેટ એરિયામાં ધરાવતું સી.એફ.સીના કારણે નાના ધંધાર્થીઓ અને ઉપયોગી થશે સામાન્યચાર્જ દ્વારા ધંધાર્થી તે વાપરી શકશે. આ મશીનોના કારણે કામમાં ઝડપ વધતા ઉત્પાદકતામાં સુધારો થશે.

આ તકે સીએફસી સેન્ટરના ઉપયોગિતા વિશેની વિડિયો ફિલ્મ રજૂ થઈ હતી.

Read About Weather here

આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરિયા અને મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદ ભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદીપભાઈ ડવ, અગ્રણી રાજુભાઈ ધ્રુવ, કમલેશભાઈ મીરાની, અગ્ર સચિવ પંકજભાઈ જોશી,કલેકટર અરૂણ મહેશ બાબુ, જ્વેલરી ક્લસ્ટર ફેડરેશનના પ્રમુખ ચંદ્રેશભાઈ પાટડિયા, પ્રવીણ ભાઈ વૈધ, જીજેઇપીસી આસિસ્ટન્ટ ડાયરેકટર રજતભાઈ વાણી, ઝાલાવાડી વિશાશ્રી માળી, સોની સમાજના પ્રમુખ પુનિતાબેન પારેખ, ઉપપ્રમુખ નેમિષભાઈ પાટડિયા, કાર્તિકભાઈ બારભાયા, પ્રશાંતભાઈ પાટડિયા, ધર્મેશભાઈ પાટડિયા, દિનેશભાઈ રાણપરા, હરકિશન ભાઈ આડેશરા, કેતનભાઈ પાટડિયા તથા સોના- ચાંદીના વ્યપાર સાથે જોડાયેલા વેપારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here