સુરતમાં સેલ્ફી લેવા જતા કિશોરનો પાણીમાં ગરકાવ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લઈ રહેલો એક તરુણ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. સવારે રાંદેરમાં કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.

અન્ય મિત્રોને તરતા ન આવડતું હોવાને લીધે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો.

Read About Weather here

દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો. મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here