સિમેન્ટ કંપનીઓએ થેલી દીઠ 50 રૂપિયા સુધીનો વધારો કર્યો

સિમેન્ટ કંપનીઓએ થેલી દીઠ 50 રૂપિયા સુધીનો વધારો કર્યો
સિમેન્ટ કંપનીઓએ થેલી દીઠ 50 રૂપિયા સુધીનો વધારો કર્યો
સિમેન્ટના ભાવ વધતા ઘર ખરીદવું કે ઘરનું સમારકામ કરાવવું મોંઘું થઈ ગયું છે. સિમેન્ટ ની થેલીનો ભાવ 30થી 50 રૂપિયા વધી ગયો છે કાચો માલ) મોંઘો થવાથી સિમેન્ટ બનાવતી કંપનીઓએ 12 ટકા સુધી ભાવ વધારી દીધા છે. અરે. ! માત્ર ઘર જ નહીં, રસ્તા, પુલ, સ્કૂલ સહિતનાં પ્રોજેક્ટ્સનો બાંધકામ ખર્ચ પણ વધી જશે. એટલે કે, આગામી દિવસોમાં કોઈ સરકારી પ્રોજેક્ટનું કામ ધીમું ચાલતું દેખાય કે કોઈ સરકારી પ્રોજેક્ટમાં મજૂરોની માંગ ઘટે તો આશ્ચર્ય ના પામતા.સિમેન્ટના ભાવમાં થયેલી વૃદ્ધિની અસર આમ આદમીથી લઈને સરકારના બજેટ સુધી પડી છે. કોઈ બિલ્ડિંગને ઊભી કરવામાં સ્ટીલ બાદ સૌથી વધુ જરૂર સિમેન્ટની પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

કુલ બાંધકામ ખર્ચમાં સ્ટીલનો હિસ્સો 25 ટકા હોય છે જ્યારે સિમેન્ટનો હિસ્સો 16-17 ટકા હોય છે. સ્ટીલ તો પહેલેથી જ મોંઘું છે અને હવે સિમેન્ટનો પણ ભાવ વધતા બાંધકામ ખર્ચમાં હજુયે વધારો થશે.  કંપનીઓ મોંઘા કાચા માલનું કારણ બતાવીને કિંમતો વધારી રહી છે. આયાતી કોલસાના ભાવ આભ આંબી રહ્યાં છે, પરિણામે સિમેન્ટનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. અધુરામાં પૂરું, પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાથી પરિવહનનો ખર્ચ પણ વધ્યો છે. સિમેન્ટ કંપનીઓનું માનવું છે કે, તેમના ઉત્પાદન ખર્ચમાં થેલી દીઠ 60-70 રૂપિયાનો વધારો થયો છે, પણ તેની સામે કિંમતો એટલી વધી નથી.

Read About Weather here

એટલે કે સિમેન્ટના ભાવ વધવાની એક લહેર હજુયે આવે તેવી શક્યતા છે.  સિમેન્ટના ભાવ એવા સમયે વધ્યા છે જ્યારે ભારતીય અર્થતંત્ર કોરોનાની થપાટમાંથી બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ભારતમાં માગ વધવાનો અંદાજ છે. સિમેન્ટની માગ વધશે અને કંપનીઓ કિંમત વધારશે તો, તેમની બેલેન્સ શીટ તો મજબૂત થશે જ પરંતુ સિમેન્ટનો ઉપયોગ કરનારા લોકોએ વધુ એક મોરચે મોંઘવારી સામે લડવું પડશે તે નક્કી છે.રેટિંગ એજન્સી ઈકરાનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં સિમેન્ટની માગ 7-8 ટકા વધીને 38.2 કરોડ ટન સુધી પહોંચી શકે છે જે ગયા નાણાકીય વર્ષમાં 35.5 કરોડ ટન હતી.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here