સસ્પેન્ડ ડે.કમિશનર ગાંધીની નેઈમ પ્લેટ દૂર કરાઈ

સસ્પેન્ડ ડે.કમિશનર ગાંધીની નેઈમ પ્લેટ દૂર કરાઈ
સસ્પેન્ડ ડે.કમિશનર ગાંધીની નેઈમ પ્લેટ દૂર કરાઈસસ્પેન્ડ ડે.કમિશનર ગાંધીની નેઈમ પ્લેટ દૂર કરાઈ

રાજકોટ બહુમાળી ભવનની વેરા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ

ભાવનગરમાં 1000 કરોડથી વધુનાં બોગસ બિલીંગ કૌભાંડમાં રાજકોટ જી.એસ.ટી (વેટ) વિભાગનાં એન્વેષણ વિભાગ-10 ના ડે.કમિશનર એસ.એચ.ગાંધી અને ભાવનગરના આસી.કમિશનરને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર કોંગ્રેસ સમિતિના અને લોક સંસદ વિચાર મંચનાં આગેવાનો આજે રાજકોટ બહુમાળી ભવન ખાતે ત્રીજા માળે આવેલી જી.એસ.ટી કચેરી ખાતે ધસી જઈ આજ કચેરીનાં વડા ડે.કમિશનર એસ.એચ.ગાંધીની નેઈમપ્લેટ ઉતારી નાખી હતી.

આગેવાનોએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા બે લાંચીયા અને ભ્રષ્ટ અધિકારીઓની સંડોવણી અને એક નિવૃત ઇન્સ્પેક્ટર સહિત ત્રણને એસીબી એ ઝબ્બે કરાયા બાદ વધુ એક નામ આજ કચેરીનાં વડા ડે.કમિશનર એસ.એચ.ગાંધીની નેઈમપ્લેટ લટકતી જોવા મળી હતી.

સસ્પેન્ડ કરવા છતાં પણ આજે નેઈમપ્લેટ જોવા મળતા વેરા કચેરીમાં ધસી જઈ હલ્લાબોલ મચાવી અને જવાબદાર ઇન્ચાર્જ કમિશનરની નેઈમપ્લેટ હટાવવા ઉગ્ર રજૂઆત કરી હતી અને ડે.કમિશનર ગાંધીની નેઈમપ્લેટ ઉતારવાની ફરજ પડી હતી. અધિકારી સસ્પેન્ડ થવા છતાં

Read About Weather here

પણ ઓફિસ અને નેઈમપ્લેટ હોય તે વ્યાજબી નથી. તેમ કહ્યું હતું. આજનાં હલ્લાબોલનાં કાર્યક્રમમાં ગજેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ તાલાટીયા, ધીરૂભાઈ ભરવાડ, સરલાબેન પાટડીયા, ભાવેશભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પાટડીયા સહિતનાં આગેવાનો- સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here