સસ્તામાં સોનું આપવાનું કહીં છેતરપીંડી કરતો શખ્સ ઝડપાયો

સસ્તામાં સોનું આપવાનું કહીં છેતરપીંડી
સસ્તામાં સોનું આપવાનું કહીં છેતરપીંડી

સામાકાંઠાનાં વેપારીને રૂ.12 લાખનો ચૂનો લગાડી ફરાર થઇ જતા પોલીસે કચ્છનાં મારવાડી શખ્સને દબોચી લઇ 966 ગ્રામ સોના જેવી ધાતુ કબજે કરી

શહેરમાં વેપારીઓને સસ્તામાં સોનું આપવાના બહાને મોટી રકમ છેતરપીંડીથી લઇ વિશ્વાસઘાત કરતી ટોળકી સક્રીય હોવાની બાતમી મળતા પોલીસે પારેવડી ચોક પાસેથી સુરેન્દ્રનગરનાં શખ્સને દબોચી લઇ સસ્તામાં સોનું આપવાના બહાને વેપારી સાથે ઠગાઈ કરતા શખ્સને પાસેથી 966 ગ્રામ સોના જેવુ ધાતુમાં ઢાળીયો કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ મકાનનું ખોદકામ કરતા સોનાનો ખજાનો મળેલ હોય તે વેચવો છે. તેમ કહીં સોનાનું અસલ સેમ્પલ આપી સોનાનો મોટો જથ્થો વેચવાનું નક્કી કરી ધાતુંનાં (નકલી સોનું) દાગીના આપી છેતરપીંડી કરતી ગેંગ સક્રિય હોવાની હકીકત મળતા ક્રાઈમ બ્રાંચનાં પી.એસ.આઈ એમ.વી.રબારી સહિતનાં સ્ટાફે બાતમીદારને કામે લગાડતા બાતમીદારને પોતાને આજથી આઠેક દિવસ પહેલા એક અર્જુન નામનો ઇસમ પારેવડી ચોક ખાતે મળેલ અને અર્જુન વગેરેને કચ્છમાં મકાનનું ખોદકામ કરતી વખતે ખજાનો મળેલ છે

અને તે ખજાનો પૈકી સોનામાં મોતીનું સેમ્પલ આપેલ જે સેમ્પલ સોની પાસે ચેક કરતા અસલ હોવાનું બાદમાં ફરીથી સવારે પારેવડી ચોક પાસે વધુ સોનાનો જથ્થો આપવા આવતો હોવાની હકીકતનાં આધારે પોલીસે અર્જુન પના મારવાડી (રહે. સુરેન્દ્રનગર) નામના શખ્સની ધરપકડ કરી સોના જેવા ધાતુની માળાઓનો જુમ્ખો વજન 966 ગ્રામનો કબજે કર્યો હતો.

Read About Weather here

આ અગાઉ આ ટોળકીએ જલારામનગર ક્રિષ્ના સોસાયટીમાં રહેતા ભાવેશ ધીરજલાલ જેઠવા નામના  વેપારીને રસ્તામાં સોનું આપવાનું કહીં દિલીપ મારવાડી, અર્જુન પના મારવાડી તથા દિલીપની માતા તથા એક અજાણ્યા શખ્સે રૂ.12 લાખની છેતરપીંડી કરી હતી. પોલીસે અર્જુન મારવાડીની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ આદરી છે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here