સમરસ હોસ્ટેલમાં દર્દીઓ રામભરોસે…!

સમરસ હોસ્ટેલ
સમરસ હોસ્ટેલ

લાપરવા તંત્રવાહકોના કારણે દર્દીઓનો હાલત કફોડી : સમરસ હોસ્ટેલમાં નાસ્તો-જમવાનું સમયસર નહી આપવામાં આવતા ભારે હોબાળો

ર્દીઓને દવાનો ડોઝ જમ્યા પછી લેવાનો હોય બપોરના સાડા અગિયાર સુધી સવારનો નાસ્તો મળતા દર્દીઓએ દવા ભૂખ્યા પેટે લેવી પડી : સમરસ હોસ્ટેલમાં 400 દર્દીઓ રામભરોસે

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ જતાના છૂટકે દર્દીઓને સરકારી હોસ્પીટલમાં દાખલ થઇ સારવાર લેવી પડી રહી છે . ત્યારે સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ વધારે હોવાથી સરકારી તંત્ર દ્વારા રાજકોટની ભાગોળે આવેલા યુનીવર્સીટી રોડ પરના સમરસ હોસ્ટેલને ફરી શરુ કરી દેવામાં આવ્યું છે અને આ સમરસ હોસ્ટેલમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે પરંતુ હોસ્ટેલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ જાણે રામભરોસે હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે.

Read About Weather here

હાલ કોરોના કેસોમાં વધારો થતા સમરસ હોસ્ટેલમાં 400 થી વધુ દર્દીને સારવાર અપાઈ રહી છે.જયારે 400 દર્દીની સારવારમાં રહેલો તબીબી સ્ટાફ તથા સબ સ્ટાફની અછતના કારણે કે તંત્ર વારકોની લાહ્પરવાહી છતી થતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. સારવારમાં આવેલા દર્દીઓનું ઓક્સીજન લેવલ ઓછું હોય અને શરીરમાં વધુ નબળાઈ આવી ગઈ હોય તેવા દર્દીઓને તબીબો દ્વારા દવા આપવા માં આવી રહી છે અને જમ્યા પછી દવા લેવાની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ લાપરવાહ બપોરના સાડા અગિયાર વાગ્યા સુધીમાં દર્દીઓને નાસ્તો ન આપવામાં આવતા ના છૂટકે દર્દીઓને આ દવા ભૂખ્યા પેટે લેવી પડી રહી છે. આવા લાહપરવાહ તંત્રધારકોના કારણે હોસ્ટેલમાં હાલ સારવારમાં રહેલા 400 દર્દીઓ રામભરોસે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here