સંતુરના લિજન્ડ પંડિત શિવકુમાર શર્માના અંતિમસંસ્કાર

સંતુરના લિજન્ડ પંડિત શિવકુમાર શર્માના અંતિમસંસ્કાર
સંતુરના લિજન્ડ પંડિત શિવકુમાર શર્માના અંતિમસંસ્કાર
તેમના અંતિમસંસ્કાર આજે એટલે કે 11 મેના રોજ યોજાશે. બુધવારે સવારે 10થી 12 વાગ્યા સુધી જુહુમાં અંતિમ દર્શન માટે પંડિત શિવકુમારના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો હતો. મંગળવાર, 10મેના રોજ સંતુર લિજન્ડ પંડિત શિવકુમાર શર્માનું હાર્ટ-એટેકને કારણે અવસાન થયું હતું.પંડિત શિવકુમારને શ્રદ્ધાંજલિ પાઠવવા અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અસિત મોદી, જાવેદ અખ્તર, શબાના આઝમી, રૂપકુમાર રાઠોળ, ઝાકિર હુસૈન, હરિપ્રસાદ ચૌરસિયા સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.
અમિતાભ બચ્ચન.

Visit Saurashtra Kranti Homepage here

જાવેદ અખ્તર તથા શબાના આઝમી.

પાર્લેના પવનહંસ સ્મશાનમાં યોજાશે.પંડિત શિવકુમારના પરિવારનાં નિકટનાં સૂત્રોએ કહ્યું હતું, 10 મેના રોજ તેમને સવારે 9 વાગ્યાની આસપાસ હાર્ટ-અટેક આવ્યો હતો. તેઓ છેલ્લા સમય સુધી એક્ટિવ હતા. તેઓ ભોપાલમાં આવતા અઠવાડિયે પર્ફોર્મ પણ કરવાના હતા. તેમને છેલ્લા છ મહિનાથી કિડનીની બીમારી હતી અને તેઓ નિયમિત રીતે ડાયાલિસીસ કરાવતા હતા.શિવકુમાર શર્માનો જન્મ 1938માં 13 જાન્યુઆરીના રોજ જમ્મુમાં થયો હતો. તેમનાં માતા ઉમા દત્ત શર્મા સિંગર હતાં. તેમની માતૃભાષા ડોગરી હતી. પાંચ વર્ષની ઉંમરથી શિવકુમારે તબલાં શીખવાની શરૂઆત કરી હતી.

અમિતાભ બચ્ચન પરિવારના સભ્યોને મળ્યા હતા.
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, જાવેદ અખ્તર તથા પરિવારના સભ્યો.

13 વર્ષની ઉંમરે શિવકુમારે સંતુર શીખવાનું શરૂ કર્યું હતું. 1955માં મુંબઈમાં પંડિત શિવકુમારે પહેલું પબ્લિક પર્ફોર્મન્સ આપ્યું હતું. સંતુર જમ્મુ-કાશ્મીરનું લોકવાદ્ય યંત્ર છે. પંડિત શિવકુમારે આ વાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું હતુંપંડિત શિવકુમારે મનોરમા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા છે. એક દીકરો રાહુલ 13 વર્ષની ઉંમરથી સંતુર વગાડે છે. પંડિત શિવકુમાર દીકરા સાથે 1996થી સાથે પર્ફોર્મન્સ આપતા હતા.પંડિત શિવકુમાર શર્મા તથા વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા ‘શિવ-હરિ’ની જોડીથી લોકપ્રિય હતા. 1967માં બંનેએ પહેલી જ વાર ‘શિવ-હરિ’ના નામથી ક્લાસિકલ આલ્બમ તૈયાર કર્યું હતું.

મનોરમા સાથે વાત કરી રહેલા અમિતાભ બચ્ચન.
પ્રોડ્યુસર અસિત મોદી.

આ આલ્બમનું નામ ‘કૉલ ઑફ ધ વેલી’ હતું. ત્યાર બાદ બંનેએ અનેક મ્યુઝિક આલ્બમમાં સાથે કામ કર્યું હતું. સ્વર્ગીય ડિરેક્ટર-પ્રોડ્યુસર યશ ચોપરાએ શિવ-હરિની જોડીને પહેલીવાર ફિલ્મમાં બ્રેક આપ્યો હતો.1981માં આવેલી ‘સિલસિલા’ ફિલ્મમાં આ જોડીએ સંગીત આપ્યું હતું.

મનોરમાને સાંત્વના આપી રહેલાં જયા બચ્ચન.
તબલાવાદક ઝાકિર હુસૈન.

Read About Weather here

અમિતાભ બચ્ચન તથા જયા બચ્ચન.

યશ ચોપરાની ચાર ફિલ્મ સહિત આઠ ફિલ્મમાં સંગીત આપ્યું હતું.સિલસિલા (1981),ફાસલે (1985),વિજય (1988),ચાંદની (1989),લમ્હેં (1991),પરંપરા (1993),સાહિબાન (1993),ડર (1993). 1991માં પદ્મશ્રી તથા 2001માં ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.પંડિત શિવકુમારને નેશનલ તથા ઇન્ટરનેશનલ અનેક અવૉર્ડ મળ્યા હતા. 1986માં તેમને સંગીત નાટક અકાદમીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાહુલ શર્મા તથા અમિતાભ બચ્ચન.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here