શિક્ષણના નામે બેફામ લૂંટતી શાળાઓ સામે કડક પગલા ભરો: વાલી મંડળ

શિક્ષણના નામે બેફામ લૂંટતી શાળાઓ સામે કડક પગલા ભરો: વાલી મંડળ
શિક્ષણના નામે બેફામ લૂંટતી શાળાઓ સામે કડક પગલા ભરો: વાલી મંડળ
રાજકોટ જિલ્લામાં કોરોનાકાળ બાદ પણ ખાનગી શાળાઓએ બેફામ ઉધાડી લૂંટ ચાલુ જ રાખતા કચવાટ પ્રસર્યો છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્ર્નો શાળાઓ દ્વારા વારંવાર બદલાવવામાં આવતા યુનિફોર્મ, ખાનગી પ્રકાશનોના પુસ્તકો અને ફી બાબતે તાત્કાલિક અસરકારક પગલાં લેવા વાલી મહામંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી મારફતે રાજ્યના શિક્ષણમંત્રીને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર રાજયની શાળાઓમાં હાલમાં પરીક્ષાઓ પુરી થઈ ગઈ છે કે પુરી થવાની તૈયારી છે. ત્યારે અત્યારે મોટા ભાગની શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ લેવા માટે દબાણ કરવામાં આવી રહયું છે. કેટલીક શાળાઓમાં યુનિફોર્મની પેટર્ન કે કલર બદલાવવામાં આવી રહયાં છે. જે યોગ્ય નથી. ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારની મોંઘવારીના અને મંદીના સમયમાં નવા યુનિફોર્મ ખરીદી શકે તેવી આર્થિક સ્થિતિમાં નથી તેમજ શાળાઓ દ્વારા વારંવાર યુનિફોર્મ નવા લેવા દબાણ કરવામાં આવે છે જે યોગ્ય નથી. યુનિફોર્મ માટે એક સમય મર્યાદા નકકી કરવી જોઈએ. જેથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓને વારંવાર આવો આર્થિક બોજ સહન કરવાનો સમય આવે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત મોટા ભાગની શાળાઓ દ્વારા શાળામાં ચાલતા પાઠય પુસ્તકો ઉપરાંત ઈતર પ્રકાશનોના પુસ્તકો, નોટબુકો, સ્વાધ્યાયપોથીઓ ઉપરાંત બુટ, ટાઈ વગેરે વસ્તુઓ બીનજરૂરી રીતે લેવડાવવાનો તથા તે દરેક વસ્તુઓ ચોકકસ બુક સેલર્સ કે વિક્રેતાઓ પાસેથી જ ખરીદવાનો આગ્રહ કરવામાં આવે છે. જે યોગ્ય નથી. આવા વિક્રેતાઓ પોતાની મરજી મુજબ કિંમતો વસુલ કરીને વાલીઓના આર્થિક બોજમાં વધારો કરે છે જે ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી ચિંતા ઉપજાવનારી બાબત છે.

પરીક્ષાઓ પુરી થતા જ ખાનગી શાળા સંચાલકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા છે. ફી નહીં ભરો તો માર્કશીટ કે લીવીંગ સર્ટીફિકેટ આપવામાં આવશે નહિ તેવી ગંભીર ધમકીઓ પણ આપવા લાગ્યા છે, જે યોગ્ય નથી. આને કારણે ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓને પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો સમય આવ્યો છે. આ બાબતે સરકારે ફી નકકી થયા વગર ફી વસુલ કરતી શાળાઓ સામે કડક પગલાંઓ ભરવા જોઈએ

Read About Weather here

આ બાબતે તાત્કાલીક યોગ્ય પગલા લઈ, પરીપત્ર બહાર પાડી શાળાઓ ઉપર અંકુશ મુકવાની જરૂર છે. તો આ બાબતે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારી, સહમંત્રી જીતુભાઈ લખતરીયા, સંગઠન મંત્રી જીજ્ઞેશભાઈ વાગડીયા, રસિકભાઈ સોલંકી, મહિલા અગ્રણીઓ સરલાબેન પાટડીયા, હંસાબેન સાપરીયા વગેરેએ ડીઈઓ મારફત શિક્ષણમંત્રીને પાઠવેલ આવેદન પત્રમાં અસરકારક રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here