શહેર પોલીસે રાત્રી કર્ફ્યુ દરમ્યાન ડ્રોન કેમેરા થી 12 કેસ નોંધાયા

રાત્રી કર્ફ્યુ
રાત્રી કર્ફ્યુ

રાત્રી કર્ફ્યુમાં શેરી, ગલ્લીમાં ક્રિકેટ વોલીબોલ રમી એકઠા થઇ લોકો સામે પોલીસે લાલ આંખ દેખાડી

Subscribe Saurashtra Kranti here

રાજકોટ પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી તથા મહત્વના પોઇન્ટ ઉપર ચેકપોસ્ટ ઉભી કરી તેમજ સતત પેટ્રોલીંગ ફરી રાત્રી કર્ફ્યુનું સંપુર્ણ પાલન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહેલ છે. તેમ છતા ઘણાખરા લોકો શેરી – ગલીમાં એકઠા થઇ બેસતા કે રમતો જેવી કે ક્રીકેટ, વોલીબોલ રમતા મળી આવે છે. સરકારની માર્ગદર્શિકા મુજબ રાત્રી કર્ફ્યુનું ચુસ્તપણે પાલન થાઇ તેવા હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ તમામ એ.સી.પી.ઓ તથા તમામ પોલીસ સ્ટેશનના પો. ઇન્સઓને રાત્રી કર્ફયુ તેમજ જાહેરનામાના ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.

જેમાં શહેરના અલગ અલગ પો.સ્ટે. વિસ્તારમાં કર્ફયુ સમય દરમ્યાન શેરી ગલીઓમાં એકઠા થઇ બેસતા તથા કામવગર બહાર નીકળતા વ્યકિતઓને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રાત્રી કર્ફયુનો ભંગ કરનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં તાલુકા પો.સ્ટે. દ્વારા કુલ -4 કેસ તથા ગાંધીગ્રામ-ર (યુનિ) પો.સ્ટે. દ્વારા કુલ -3 કેસ તથા બી. ડીવી. પો.સ્ટે. દ્વારા કુલ -3 કેસ તથા એ. ડીવી. પો.સ્ટે. દ્વારા કુલ -2 કેસ આમ કુલ – 12 કેસો કર્ફયુ ભંગ અંગેના ડ્રોન કેમેરા મારફત કરવામાં આવેલ છે.

Read About Weather here

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે કે રાજકોટ શહેર પોલીસ જે આપની સુરક્ષા માટે કટીબધ્ધ છે. પોલીસ દ્વારા નિષ્ઠા તથા માનવતા દાખવી તેઓની ફરજ બજાવવામાં આવે છે. જેથી કર્ફયુ સમય દરમ્યાન લોકોએ શેરી – ગલીઓમા એકઠા ન થવુ તેમજ ક્રીકેટ, વોલીબોલ જેવી રમતો રમવી નહીં ઘરે રહો સ્વસ્થ રહો અને સુરક્ષીત રહો કોઇ ઇમરજન્સી કામ સીવાય બહાર નહી નીકળવા અપીલ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here