શરદી કા મૌસમ બડા સુહાના લગે, 20 ફીરકી ચુરાલું અગર બુરા ના લગે..!!

શરદી કા મૌસમ બડા સુહાના લગે, 20 ફીરકી ચુરાલું અગર બુરા ના લગે..!!
શરદી કા મૌસમ બડા સુહાના લગે, 20 ફીરકી ચુરાલું અગર બુરા ના લગે..!!

20 ચાઇનીઝ દોરીની ફીરકીથી થોરાળા પોલીસની પતંગ
બાપા સીતારામ સોસાયટીથી થોરાળા પોલીસ સ્ટેશન સુધીમાં 17 ટકા ફીરકા ગાયબ થઇ ગયા??: અનેક તર્ક-વિતર્ક
120 ફીરકા પોલીસ લઇ ગયાનું આરોપીનું રટણ: આરોપી તો આક્ષેપ કર્યા કરે બાકી 100 જ ફીરકા હતા: પીએસઆઈ બારસીયા
20 ચોરાયેલ ફીરકીથી કોણ ધાબે ચડી પતંગ ઉડાડશે??
રાજકોટ: થોરાળા વિસ્તારમાંથી ગઇકાલે એક આરોપી પાસેથી 100 જેટલા ચાઇનીઝ ફીરકાઓ પકડી પાડવામાં આવ્યા હતા હવે આ પકડતા એ વાત બહાર આવી છે કે પોલીસે આરોપી પાસેથી 120 ફીરકા લઇ ગઇ હતી અને જાહેર 100 જ ફીરકા કર્યા છે તે લોકોના મનમાં એ પ્રશ્ર્ન છે કે ચોરાયેલા 20 ફીરકા ક્યા ગયા?? આ ચોરાયેલ ફીરકાથી કોણ ધાબે ચડી પતંગ ઉડાવશે એ ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. સત્ય શુ એ તો હવે પોલીસ અને આરોપી જ જાણે છે.

મકરસંક્રાતિ પર્વને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામુ બહાર પાડી અમુક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઉતરાયણ નિમિતે ખાસ જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મકરસંક્રાતિનાં દિવસે જોખમી ધાબા પરથી પતંગ ઉડાવવા અને ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા કે ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ જાહેર કર્યા છે. આ જાહેરનામાનું પાલન કરવા શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાહેરનામાનું પાલન કરાવવાની કાર્યવાહી મુજબ થોરાળા પોલીસ સ્ટેશનનાં પી.આઈ બી.એમ.કાતરીયાનાં માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ જયદીપસિંહ ઝાલા તથા અમરદીપસિંહ જાડેજાની હકીકતને

આધારે બાપા સીતારામ સોસાયટી શેરી નં.5 નાં ખૂણે ચારબાઈ મંદિર પાસે આવેલ આશાપુરા જનરલ સ્ટોર સામે બે પ્લાસ્ટિકનાં કોથળામાંથી ગોપાલભાઈ ચનાભાઈ થોરીયા (ઉ.વ.51) ને 100 નંગ ચાઇનીઝ ફીરકી કિ.રૂ. 20 હજાર સાથે પકડી પાડી જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં પી.એસ.આઈ એ.એલ.બારસીયા, પો.કોન્સ જયદીપસિંહ ઝાલા, અમરદીપસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ ચુડાસમા જોઈ ગયા હતા.આ ઘટના બન્યા બાદ એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ શહેર થોરાળા પોલીસની ટીમે રેડ પાડીને 100 ચાઇનીઝ ફીરકી પકડી પાડી હોવાની વાત બહાર પાડી છે.

પણ હકીકત કંઇક અલગ જ છે. પકડાયેલા આરોપી ગોપાલભાઈનાં આક્ષેપ પ્રમાણે આ ફીરકી 120 હતી. પણ પોલીસે 100 ફીરકીઓનો જ ગુન્હો નોંધતા અનેક તર્ક-વિતર્કો સર્જાઈ ઉઠ્યા છે. 20 ફીરકી ક્યાં ગુમ થઇ ગઈ તે ચર્ચાએ જોર પકડ્યું છે.

આ અંગે પીએસઆઈ બારસીયાનું કહેવું એવું છે કે, રેડ દરમ્યાન 100 ફીરકીઓ જ પકડવામાં આવી હતી. આરોપી દ્વારા ખોટા આક્ષેપો થતા રહેતા હોવાથી એ વાત માની શકાય નહીં. પણ પ્રશ્ર્ન એ જ થાય કે થોરાળા પોલીસની વાત કેમ માની લેવાય કે 100 જ ફીરકીઓ હતી.?

બાપા સીતારામ સોસાયટીમાંથી થોરાળા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા 17 ટકા ફીરકા ગાયબ કઈ રીતે થઇ ગયા એ વાત કોઈના મગજમાં બેસતી નથી!!. હવે પોલીસ અને આરોપીમાંથી સાચું કોણ એ નક્કી કરવું પણ અઘરું બની ગયું છે.

પણ જો સત્ય હકીકત બહાર આવશે તો 20 ચાઇનીઝ દોરાની ફીરકીથી થોરાળા પોલીસની પતંગ ઉડશે કે કપાશે!!તે પણ ચર્ચાનો વિષય છે. હાલમાં તો સત્ય શું છે તે અકબંધ છે. પણ આ ગાયબ 20 ફીરકીની ઢીલ થોરાળા પોલીસ આપશે કે કેમ એ પણ જોવાનું રહ્યું!!.

આ ઘટના બનતા આક્ષેપો પ્રતિ આક્ષેપો શરૂ થઇ ગયા છે. પણ સત્ય શું છે. એ તો આરોપી અને થોરાળા પોલીસ જ જાણે. આ ઘટનાની ઉપલા લેવલે જો નોંધ લેવાઈ તો હજુ પણ 20 ફીરકીનું રાઝ બહાર આવી શકે તેમ છે. પણ થોરાળા પોલીસ દ્વારા આ 20 ફીરકી ઓછી બતાવવાનું કારણ શું?

તે હજુ નક્કી કરી શકાય તેમ નથી. પણ આ ઘટના બનતા અનેક રમુજ ફેલાઈ છે. લોકો દ્વારા અનેક ટુચકા પણ મુકવામાં આવતા હોય છે. શરદી કા મૌસમ બડા સુહાના લગે, 20 ફીરકી ચુરાલુ અગર બુરા ના લગે..! આવી રમુજ ફેલાઈ ઉઠી છે.

Read About Weather here

હવે આગામી દિવસોમાં આ અંગે સત્ય બહાર આવશે કે 20 ફીરકાથી થોરાળા પોલીસની પતંગ ચગશે તે જોવાનું રહ્યું.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here