વેપારીઓના પેન્ડીંગ રીફંડ આપવા ચેમ્બર્સ ઓફ કોમર્સની રજૂઆત

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા જીએસટી કમિશનરને રજૂઆત

હાલમાં મુખ્ય રાજય વેરા કમિશન દ્વારા વિવિધ સંયુકત રાજય વેરા કમિશન પાસેથી રીફંડના હેતુસર ફેર આકારણીના ટાસ્ક જનરેટ કરવાપાત્ર થતા કેસોની યાદ મંગાવવામાં આવેલ છે. જેમાં આકા૨ણીના ટાસ્ક જનરેટ કરવા બાબત તથા રીફંડની માંગણીના કિસ્સામાં કરવાપાત્ર થતી કાર્યવાહીની સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન પાઠવવામાં આવ્યા છે. વધુમાં ઓટો કલોઝ થયેલ ટાસ્ક પૈકી જે કિસ્સામાં રીફંડની રકમ રૂા. ૧ લાખથી ઓછી હોય તેવા કિસ્સામાં આકારણી નોટીસ પરત ખેંચી સીધું રીફંડ ચુકવવાની તથા ટાસ્ક ઓપન કરવાપાત્ર ન થતા હોવાની સ્પષ્ટ સુચના આપવામાં આવેલ છે.

પરંતુ વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારીઓ પાસેથી ટાસ્ક જનરેટ કરવા અરજી કરવા માટેની સુચના આપવામાં આવે છે. અનેક વેપારીઓએ ટાસ્ક જનરેશન એપ્લીકેશન આપી દિધેલ હોવા છતા તેઓના ટાર્ક જનરેટ થયા નથી અનું આ બાબતે ડિપાર્ટમેન્ટમાં તપાસ કરતા ઉપરોકત અરજી અમદાવાદ ખાતે મોકલેલ હોવાનો એકસમાન પ્રત્યુતર આપવામાં આવે છે. ટાસ્ક જનરેશનની આ મુશ્કેલીના કારણે અનેક વેપારીઓના રીફંડ અટવાયેલા પડયા છે.

Subscribe Saurashtra Kranti here

અમુક વેપારીઓના ઓટો કલોઝ ટાસ્ક પૈકી જે કિસ્સામાં રીફંડની રકમ રૂા. ૧ લાખથી ઓછી હોય તેવા કિસ્સામાં જાહેરનામાં ક્રમાંક: ૨૩/૨૦૨૦, તા. ૦૩/૦૬/૨૦૨૦ અન્વયે અપાયેલ સુચના મુજબ આકારણી નોટીસ પરત ખેંચી સીધું રીફંડ ચુકવવાનું હોય તેવા ટાસ્ક ઓપન કરવાના થતાં નથી. આવા અમુક વેપારીઓએ રીફંડ અંગેની અરજી કરેલ હોય પરંતુ આજદીન સુધી રીફંડ હજુ ચુકવાયેલ નથી. જેથી અનેક વેપારીઓ નાણાંકીય ભીડનો સામનો કરી ૨હયા છે.

Read About Weather here

વિશ્વવ્યાપી કોરીના કહેરના છેલ્લા ૧ વર્ષથી પણ વધુ સમયના અત્યંત કપરા સમયગાળામાં વેપારીઓને ઘણી મુશ્કેલી તથા નુકશાનીનો સામનો કરવો પડયો છે. તેથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુખ્ય રાજય- વેરા કમિશ્નર- અમદાવાદ તથા સંયુકત રાજય વેરા કમિશનર– રાજકોટને વેપારીઓના તમામ પેન્ડીગ રીફંડના કેસોનો સત્વરે નિકાલ થાય તથા વહેલામાં વહેલીતકે રીફંડ પ્રાપ્ત થાય તે માટે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવા ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here