‘વેજ-નોનવેજ’ જોક હતો…!

‘વેજ-નોનવેજ’ જોક હતો…!
‘વેજ-નોનવેજ’ જોક હતો…!
અમદાવાદમાં જાહેરમાં નૉનવેજની લારીઓ દૂર કરવાના નિર્ણય બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નારાજ થયા હતા. રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં માંસ, મટન, ઇંડાંની લારીઓ દૂર કરવાના સ્થાનિક મહાનગરપાલિકાના આદેશ મુદ્દે સરકાર પીછેહઠ કરે એવા સંકેતો મળ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મંગળવારે તેમણે કહ્યું હતું કે આ મુદ્દે અમે તમામ મેયરો સાથે ચર્ચા કરી લઇશું અને તમામ વહીવટકર્તાઓને આદેશ કરીશું કે આ લારીઓ બંધ કરાવવાની કોઇ તજવીજ કરવાની નથી.

પાટીલે કહ્યું હતું કે ગરીબ લોકો આના પર નભતા હોવાથી ભાજપ આ મુજબની કાર્યવાહીની તરફેણમાં નથી. એક તરફ પાટીલે નૉનવેજની લારીઓ ચલાવનારાઓ સામે કાર્યવાહી નહીં

કરવાની તરફેણ કરી તો બીજી તરફ રાજ્યના પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યના તમામ યાત્રાધામોમાં નૉનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્પષ્ટતા કરી છે. હાલ ક્યાંય વેજ કે નોનવેજની લારી હટાવાઇ નથી.

ભાજપ-અધ્યક્ષ પાટીલે કહ્યું હતું કે દેશમાં બે પ્રકારના લોકો છે- વેજ અને નોનવેજ. તેમને કાંઇપણ ખાતાં કોઇ રોકી ન શકે. જાહેરમાં ઊભી રહેતી લારીઓને કારણે ગંદકી થતી હોય તો એની કાર્યવાહી શક્ય છે,

પણ તેમને હટાવવા કે બંધ કરાવવા પર ભાજપ વિચારણા ન કરી શકે. ગરીબ લોકોનો જીવનનિર્વાહ એનાથી ચાલે છે, ઊલટું અમે તો તેમને મદદ કરવાની કોશિશ કરીશું.

મહેસૂત્રીમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફૂટપાથ પર ઊભી રહેતી ઇંડાં અને નોનવેજની લારીને દબાણ ગણાવી એ મામલે પાટીલે કહ્યું, આ અંગે સરકારમાં કોઇએ નિર્ણય લીધો નથી.

મંત્રીઓને કહી દેવાયું છે કે આમને બંધ ન કરાવવા જોઇએ. મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે આવાં નિવેદનોથી દૂર રહે અને વિવાદ થાય એવું બોલે નહીં.

રાજ્યના જાહેર યાત્રાધામોમાં ઇંડાં, નોનવેજની લારી-દુકાનો અને કતલખાનાં બંધ કરાવવા પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને લેખિત આદેશ કર્યો છે.

રાજ્યમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, ગિરનાર, ડાકોર, શામળાજી સહિતનાં સ્થળોને યાત્રાધામ તરીકે જાહેર કરાયાં છે અને ત્યાં પ્રવાસીઓ માટેની માળખાગત સુવિધાની કામગીરી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાય છે.

આ યાત્રાધામોમાં પ્રવાસીઓ માટે વધારાની સુવિધાઓ ઊભી કરવા અંગે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં વિવિધ 18 જેટલા મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કતલખાનાં અને ઇંડાં-નોનવેજની લારી-દુકાનો બંધ કરાવવા નિયમાનુસાર કાર્યવાહી કરવાની સૂચના અપાઇ હતી.

આ યાત્રાધામોમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે તેમની સુવિધા માટે ફાઇવસ્ટાર હોટલો ઊભી થાય તેવા પ્રયાસ કરવા જણાવાયું છે. જોકે આ હોટલોને દારૂની પરવાનગી નહીં અપાય એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

યાત્રાધામોને એર કનેક્ટિવિટી મળે એ માટે તમામ સ્થળે હેલિપેડ-એરસ્ટ્રિપ બનાવી એને અમદાવાદ સાથે એર કનેક્ટિવિટી મળે તેવી વ્યવસ્થા કરાશે. પ્રવાસનમંત્રીએ

Read About Weather here

યાત્રાધામોમાં ભિક્ષાવૃત્તિ કરનારાઓને દૂર કરવાની પણ સૂચના અપાઈ હતી.યાત્રાધામનાં સ્થળોએ નશાબંધી અંગેના પ્રતિબંધો મુજબ કડક કાર્યવાહી કરવા તાકીદ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here