વિવિધ ધંધાર્થીઓનો પોકાર !

ધંધાર્થીઓનો પોકાર !
ધંધાર્થીઓનો પોકાર !

હવે અમને ધંધા કરવા દો અથવા સહાય આપો

સ્ટેશનરી તથા બુક મરચન્ટ, દરજી સમાજ અને વાળંદ સમાજની મુખ્યમંત્રીને દર્દભરી રજૂઆત

આંશિક લોકડાઉનથી ધંધા રોજગાર પડી ભાંગ્યા હોવાથી આ પ્રકારના નિયંત્રણો તાત્કાલિક હટાવી લેવા અને ધંધારોજગાર કરવા દેવા રાજકોટ શહેરના વિવિધ ધંધાર્થી વર્ગમાંથી બુલન્દ પોકાર ઉઠવા પામ્યો છે. કાં તો સરકાર રોજીરોટી ચાલુ કરવા દે અથવા તો નાણાકીય સહાય આપે એવી વિવિધ વ્યવસાય જ્ઞાતિઓ અને સંગઠનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્રી પાઠવી દર્દભરી અપીલ કરી છે.

Subscribe Saurashtra Kranti here

ધ સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મરચન્ટસ એસો.એ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર પાઠવી વ્યથા દર્શાવી છે કે, દરેક જગ્યાએ સ્ટેશનરીની જરૂરિયાત હોય છે. અમારા ઘણા વેપારીઓ, સરકારી સંસ્થાઓ, હોસ્પિટલ, ખાનગી ઓફિસો અને અન્ય જગ્યાએ સ્ટેશનરી સપ્લાય કરે છે પણ અત્યારે બજાર જ બંધ હોવાથી સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. સરકારની ગાઈડલાઈન્સમાં પણ આ ધંધા અંગે કોઈ સ્પષ્ટટા કરાઈ નથી.

હોસ્પિટલ, લેબોરેટરી માટે ફાઈલ, માર્કર અને પેપરની જરૂરિયાત હોય છે. એ જ રીતે દરેક ઉત્પાદક યુનિટમાં બેંક મટીરીયલ, ટેપ અને પેકિંગ માટેના લેબલ-સ્ટીકરની ખુબ જરૂરિયાત હોય છે. ઓનલાઈન શિક્ષણમાં પુસ્તકો રેફરન્સ બુક, નોટબુકની માંગ રહે છે. એ જ રીતે બેંકો નાણા સંસ્થાઓ અને અન્ય ઓફિસોમાં પણ સ્ટેશનરીની ખુબ જ જરૂર હોય છે પણ અમે એમને જરૂરિયાત મુજબ સપ્લાઈ કરી શકતા નથી. સરકાર સવારે 9 થી બપોરના 2 સુધી દુકાનો ખોલવા દે તો આ મુશ્કેલી દૂર થઇ શકે એવી એસો.ના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખખર, જીજ્ઞેશભાઈ શેઠ, અતુલભાઈ દક્ષિણી વગેરેએ માંગણી કરી છે.

રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિની એક યાદી જણાવે છે કે, દરજી સમાજ ભારે આર્થિક મુશ્કેલીઓમાં મુકાયો છે. અમારા સમાજના લોકો દરજી કામના કારીગરો છે. ઘણાને પોતાની દુકાન નથી એટલે જોબ કામ પર જ આજીવિકા મેળવી રોજનું કમાતા હોય છે. પણ હાલ દુકાનો બંધ હોવાથી અનેક પરિવારોને ગુજરાન ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. તેમણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે, દરજી કામની દુકાનોમાં સિલાઈ કામ આવે એટલે કારીગરો ઘરે જ લઇ જતા હોય છે. દુકાનોમાં ભીડ થતી જ નથી. એટલે કોરોના નિયમોનું પાલન શરૂઆતથી જ થાય છે અને થતું રહેશે. સરકાર દરજી સમાજને યોગ્ય આર્થિક સહાય આપે અને દુકાનો ખુલ્લી રાખવા દે એવી સમાજે માંગણી કરી છે.

Read About Weather here

રાજકોટ ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિએ મુખ્યમંત્રીને આગ્રહ ભરી રજૂઆત કરી છે કે, લોકડાઉનના નિયમને વાળંદ સમાજ આવકાર આપે છે. પરંતુ અત્યારે આ ધંધાર્થીઓની 4 હજાર દુકાનો અને તેના પણ નભતા 16 હજાર પરિવારો કપરી સ્થિતિમાં જીવી રહ્યા છે. ઘણા વાળંદ પરિવારો તો દુકાનભારે ધરાવે છે. આથી ટંકેટંકનું લઈને ગુજરાન ચલાવે છે. આવા તમામ નબળા પરિવારોવતી અપીલ છે કે સરકાર આવા પરિવારોને સહાય આપે અને ધંધામાં પણ થોડી છૂટ આપે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here