વિધાર્થીનીના પેટમાંથી અડધો કિલો વાળનો ગુચ્છો…!!

વિધાર્થીનીના પેટમાંથી અડધો કિલો વાળનો ગુચ્છો...!!
વિધાર્થીનીના પેટમાંથી અડધો કિલો વાળનો ગુચ્છો...!!
કે ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી અને વિદ્યાર્થિનીના પેટમાં 7થી 8 સેન્ટિમીટર કાપ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સુરતમાં ઘોડદોડ રોડની માનસિક તકલીફ ધરાવતી ધોરણ 11ની વિદ્યાર્થિની વાળ તોડી ખાયા કરતી હતી, જેથી તેના પેટમાંથી નવી સિવિલના સર્જરીના ડોક્ટરની ટીમે સફળ ઓપરેશન કરી 500 ગ્રામ વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય આવી તકલીફને લીધે તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સોનોગ્રાફી કરાવતાં જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો હતો. તેની માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

છે સોનોગ્રાફી કરાવતાં જઠરમાંઘોડદોડ રોડ પર રહેતી અને ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિની લાંબા સમયથી માનસિક તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી પોતાના માથાના વાળ તોડીને ખાધા કરતી હતી,

જેથી તેનું ખાવાનું ઓછું થઇ ગયું હતું અને વજન ઘટવા લાગ્યું હતું. તેમની પાસે સર્જરી કરાવવાના પૈસા ન હોવાથી તેનાં પરિવારજનો મૂંઝવણમાં મુકાઇ ગયાં હતાં. ગત તા. 11મી ઓક્ટોબરના રોજ તેને પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં લાવ્યાં હતાં.

13 ઓક્ટોબરના રોજ નવી સિવિલ સર્જરી વિભાગના વડા ડો. નિમેષ વર્માના માર્ગદર્શન હેઠળ ડો. દેવેન્દ્ર ચૌધરી, ડો.અમિત, ડો.ધર્મેશ સહિતના ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી.

વિદ્યાર્થિનીના પેટમાં 7થી 8 સેન્ટિમીટર કાપ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. અંદાજિત 500 ગ્રામ વાળનો ગુચ્છો હતો. વાળનો ગુચ્છો બહાર નીકળતાં તેની તકલીફમાં ઘટાડો અને તબિયતમાં સુધારો આવતાં ગત રોજ વિદ્યાર્થિનીને રજા આપવામાં આવી હતી. તેને માનસિક તકલીફ દૂર થાય એ માટે પણ ડોક્ટરે સારવાર શરૂ કરી છે.

વિદ્યાર્થિનીને માનસિક તકલીફ હોવાથી ચાર વર્ષ પહેલાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરીને અંદાજિત એક કિલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હોવાનું પરિવારના સભ્યોએ સિવિલના ડોક્ટરને કહ્યું હતું.

Read About Weather here

માનસિક તકલીફ ધરાવતા એક હજારમાંથી પાંચને વાળ તોડીને ખાવાની આદત હોય છે. એક વખત ઓપરેશન કર્યા બાદ બીજી વખત વાળનો ગુચ્છો થાય એવું રેર કેસમાં બને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here