વિકાસ માટે જનભાગીદારીની રૂ.40 કરોડની ગ્રાન્ટ એક ફદિયું અપાયું નથી: સોરાણી

વિકાસ માટે જનભાગીદારીની રૂ.40 કરોડની ગ્રાન્ટ એક ફદિયું અપાયું નથી: સોરાણી
વિકાસ માટે જનભાગીદારીની રૂ.40 કરોડની ગ્રાન્ટ એક ફદિયું અપાયું નથી: સોરાણી

ભાજપ સરકારે રાજકોટ મનપાને ઠેંગો દેખાડ્યો: વિપક્ષનો આક્ષેપ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ સરકાર આગામી ચાર દિવસમાં ફાળવે, નહિતર ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો ગાંધીચિંધ્યા રાહે ધરણા કરશે: વશરામ સાગઠીયા
ગ્રાન્ટના વાંકે રાજકોટના ચૂંટાયેલા કોર્પોરેટરોના સુચવેલા વિકાસ કામો બંધ થયેલ છે તે પુન: શરૂ કરાવવા કોંગી કોર્પોરેટરો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે: મકબુલ દાઉદાણી

મહાનગરપાલિકાના વિરોધપક્ષ ના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈ એ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ ફાળવવા અંગે એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં આવતી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આજ દિવસ સુધી ગુજરાત સરકારે ફાળવેલ નથી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મહાનગરપાલિકાના બજેટ વર્ષ 2021-22 ભાગ 2બ મૂડી ખર્ચ બજેટ સંજ્ઞા 7803 અને હિસાબી સંજ્ઞા 78005 છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાનો મૂળ અંદાજ રૂ,4000.00 લાખ નો એટલે કે રૂ.40 કરોડના અંદાજ સામે આજે વર્ષ 2021-22 બજેટના 10 માસ પૂર્ણ થયા હોય અને છેલ્લા 2 માસ બાકી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા નવા વર્ષ 2022-23ના બજેટની તૈયારીઓ ચાલતી હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મનપાને ગ્રાન્ટ આપવામાં ઠેંગો દેખાડવામાં આવ્યાના આક્ષેપો કર્યા હતા અને જનભાગીદારીના વિકાસ કામ કરવાના કામે રાજ્ય સરકાર દ્વારા ફદિયુંય આપવામાં આવેલ ન હોય જેથી રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા 72 કોર્પોરેટરોએ પોતપોતાના વિસ્તારોમાં જનભાગીદારીની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો છેલ્લા 10 માસથી ગ્રાન્ટના વાંકે અટકી પડ્યા છે.

નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ફક્ત બે જ મહિના બાકી હોય અને આ નાણાકીય વર્ષ 2021-22 પૂર્ણ થયા બાદ નવું બીજુ નાણાકીય વર્ષ 2022-23 શરૂ થનાર હોય ત્યારે વર્ષ 2021-22ની રાજ્ય સરકાર દ્વારા બાકી રહેતી ગ્રાન્ટ આપી નહી હોય તો કોર્પોરેટરોની ગ્રાન્ટો અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારીની ગ્રાન્ટના નામે જે ગ્રાન્ટો સરકારમાંથી આવવાની હોય તે જો સમયસર ન આપે તો રાજ્ય સરકારે આવી મોટી મોટી જાહેરાતો કરવાનો કોઈ અધિકાર નથી, કોર્પોરેટરોને જનભાગીદારીની 80:20ની ગ્રાન્ટમાં જે વિકાસ કામો થાય તે કોર્પોરેટરોને ફાળવવામાં આવેલ ગ્રાન્ટો સંપૂર્ણ વાપરે તો ફક્ત 20% જ રાજકોટના કામો થાય તેવું છે,

Read About Weather here

તો રાજ્ય સરકાર મહાનગરપાલિકાને આગામી 4 દિવસમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારીની ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવા કોંગી કોર્પોરેટરો દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા જો સમયસર ગ્રાન્ટ ફાળવવામાં નહી આવે તો વિરોધપક્ષ મુખ્યમંત્રી સમક્ષ ગાંધીચિંધ્યા રાહે આંદોલન કરશે તેવું ભાનુબેન સોરાણી, વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભરાઈએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here