વાલિયાના કોંઢ ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત

વાલિયાના કોંઢ ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત
વાલિયાના કોંઢ ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત

ઇકો કાર ચાલકનું મોત, એકને ઇજા

વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે ઉભેલી ઇકો કાર સાથે ટ્રક અથડાતા ઇકો કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જયારે ઇકો કારમાં સવાર એક શખ્સને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ નેત્રંગ ખાતે રહેતા રાહુલભાઈ સંપતભાઈ દંતાણી પોતાની ઇકો કારમાં પેસેન્જર બેસાડી અંકલેશ્વર જઈ રહ્યા હતા.

તેઓ વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે પેસેન્જર બેસાડવા ઇકો કારને રોડની બાજુમાં ઉભી કરી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરીને કારનો દરવાજો ખોલતા હતા.

તે દરમ્યાન પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે ઇકો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં કાર ચાલક રાહુલ દંતાણીને ગંભીર ઇજોઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવતા માર્ગમાં જ મોત નીપજ્યું હતું.

જયારે ઇકો કારમાં સવાર મહેશ જાદવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો કે ટ્રક ચાલક અકસ્માતસર્જી ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.

Read About Weather here

આ અકસ્માતની જાણ વાલિયા પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને રાહુલ દંતાણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here