વાઇફાઇ કનેકશન ચોથા વર્ગ કર્મચારીની ઓફિસમાં ફાળવવા માંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યું હતું કે, તમારી નજરમાં બધા જ કર્મચારીઓ એક સમાન છે. તમારા દ્વારા દરેક વર્ગના કર્મચારીઓનું હિતનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જે અત્યાર સુધી કોઈએ શરૂ કરેલ ન હતો. આ નવા અભિગમ મહાનગરપાલિકાના દરેક વર્ગના કર્મચારીઓ કોઈ પણ કર્મચારીનો જન્મ દિવસ હોય તરત જ શુભેચ્છા પત્ર આવી જાય છે તે કર્મચારી માટે એક પ્રમાણપત્ર જેવો હોય અને જ્યારે કોઈ પણ વર્ગનો કર્મચારી નિવૃત થાય ત્યારે એ જ દિવસે તેનું બહુમાન કરી તરત જ તેને મળતી રકમ આપી દેવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જે લાયક અભિગમ છે.રાજકોટ મહાનગરપાલિકામાં કર્મચારીઓના અલગ અલગ મંડળ છે. જેમાંથી કર્મચારી પરિષદને વાઈફાઈ કનેક્શન વાપરવા માટે મંજુરી આપવામાં આવેલ છે. પરંતુ ચોથા વર્ગના કર્મચારીઓનું એકતા મંડળની (ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ) માંગણી છે કે, અમારા વર્ગને પણ રાજકોટ મહાનગરપાલિકાના વાઈફાઈ કનેકશનનો ઉપયોગ કરવા મંજૂરી આપો અને કનેક્શન લેવા સંબંધિત કચેરીને કાર્ય કરવા સુચના આપી અમારી માંગણીને ન્યાય અપાવો.રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને કોઈને કોઈને મુશ્કેલીઓનો અને અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

Read About Weather here

તેમને ઘણા પ્રશ્ર્નો હોય છે. ત્યારે આપને નમ્ર વિનંતી કે મનપાના કર્મચારીઓ સાથે અથવા તેમના પ્રતિનિધિઓ સાથે મહિને કે બે મહિને એકાદ મિટીંગનું કરી તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી તેમને ન્યાય મળે તેવા પગલા લઇ કર્મચારીઓને તકલીફ મુક્ત કરવા એક નવો અભિગમ શરૂ કરો તેવી અમારી માંગણી છે.રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને તેમની લાયકાત અને અનુભવના કારણે પ્રમોશન મળે તે રીતે નવી રાહ અપનાવો લાગવગ નહીં પણ લાયકાતથી જ આગળ વધાય છે. ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળની યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here