વરસતા વરસાદમાં શહેરીજનોની સેવા કરતા પોલીસ જવાનોની અદ્ભુત કામગીરી

વરસતા વરસાદમાં શહેરીજનોની સેવા કરતા પોલીસ જવાનોની અદ્ભુત કામગીરી
વરસતા વરસાદમાં શહેરીજનોની સેવા કરતા પોલીસ જવાનોની અદ્ભુત કામગીરી
પોલીસે તો કઠોર અને પાષાણ હૃદયી જ હોવાની છાપ લોકોના માનસમાં અંકિત થઈ ગઈ હોવાથી ખાખી વર્દી દેખાય એટલે ફફડી ઉઠે છે. પણ ખરેખર એ વાસ્તવિકતા રહી નથી. જેનો પુરાવો આપતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં અવાર નવાર આવતા રહે છે. અનેક જગ્યાઓએ રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે પોલીસે માનવતા વરસાવી છે અને પાણી વચ્ચે ફસાયેલા વૃધ્ધાને ઉંચકીને રેસ્કયૂ કરતા ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તેઓને શાબાસી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયામાં અનેક પોલીની કામગીરીની નોંધ લીધી હતી. સામાન્ય રીતે પોલીસ કર્મચારીઓને સમાજ અલગ નજરે જોતો હોય છે. પરંતુ પોલીસ સમય આવતા માનવતાના દર્શન કરાવે છે. એવું જ કંઇક કામ ગુજરાતના આ પોલીસ કર્મીઓ દ્વારા કરાવમાં આવતા ચારે તરફથી તેમના પર શાબાસીનો વરસાદ વરસી રહ્યો છે.

Read About Weather here

પાણીમાંથી વૃદ્ધાને બહાર કાઢતા હોય તેવા ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને એક તરફ જ્યારે વહીવટી તંત્ર સ્થળાંતરિત અને રેસ્ક્યુની કામગીરી કરી રહ્યું છે તેવામાં આવા પ્રકારની માનવતા મ્હેકાવતી કામગીરી ઉડીને આંખે વળગે છે. માટે કહેવાનું મન થાય કે સલામ છે આ ફરજનિષ્ઠ પોલીસ કર્મીઓની સેવાને….

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here