લોક પ્રશ્ર્નો ઉકેલવા તંત્ર તમારા આંગણે: વિશિષ્ટ આઠમો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી-જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્ર્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી-જુદી તારીખોએ વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને આજે સવારે 9 કલાકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નં.63 દેવપરા શાકમાર્કેટ પાછળ કોઠારીયા રોડ ખાતે વોર્ડનં. 16, 17, અને 18ના નાગરિકો માટે 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ અવસરે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, ચેતન નંદાણી, વોર્ડ નં. 16, 17, 18ના કોર્પોરેટરઓ રવજીભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ ડવ, રૂચીતાબેન જોષી, કંચનબેન સિદ્ધપુરા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, સંજયભાઈ ગાજીપરા તેમજ વોર્ડના સંગઠનના હોદ્દેદારો, લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, લોકશાહીના પર્વમાં ચૂંટણીઓ આવતી હોય છે, ચૂંટણી બાદ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય, કોર્પોરેટરો બદલાતા રહેતા હોય છે પરંતુ જે સરકાર લોકો માટે સારા નિયમો બનાવે, સરકારી યોજનોનો લાભ લોકોના ઘર સુધી પહોંચાડે અને દરેક સમાજને ધ્યાનમાં રાખી કામ કરે તેવી સરકાર લોકો ઇચ્છતા હોય છે હાલની ભાજપની સરકાર લોકોની અપેક્ષાઓ મુજબ કામગીરી કરી રહી છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે લાભાર્થીઓએ જુદી જુદી કચેરીઓએ ધક્કા ખાવા પડતા હોય છે જે ધ્યાનમાં રાખી ભાજપની સરકાર દ્વારા તબક્કાવાર સેવાસેતુ યોજી એક જ છત નીચે તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવું આયોજન કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here