લાંચ લેતા મહિલા પીએસઆઈ ઝડપાયા…!

લાંચ લેતા મહિલા પીએસઆઈ ઝડપાયા...!
લાંચ લેતા મહિલા પીએસઆઈ ઝડપાયા...!
વલસાડ અને ડાંગના એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓએ સુરત મહિલા પોલીસ સ્ટેશનના મહિલા અને તેના મળતિયા વકીલને રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ બંનેની અટકાયત કરીને ACB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના સુરતના ઉમરા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ દાખલ કરવા બાબતે ૧૦ હજારની લાંચ મગાઈ હતી. લાંચ માગનાર ઁજીૈં સહિત બે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે.

એટલું જ નહીં પણ એન્ટિ કરપ્શન બ્યુરોએ લાંચમાં લેવાયેલી રોકડ રકમ પણ કબજે લીધી છે. ACBએ જણાવ્યું હતું કે ફરિયાદી બહેને તેમના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

અરજીની તપાસ PSI કરી રહ્યા હતા. પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે વકીલ મારફતે PSIએ રૂપિયા ૧૦ હજારની માગણી કરી હતી. ફરિયાદી બહેન લાંચની રકમ આપવા નહોતા માગતા.

તારીખ ૧૦ ડિસેમ્બરના રોજ ડી.એમ. વસાવા, પોલીસ ઈન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશન વલસાડનો સંપર્ક કરીને તમામ હકીકત જણાવી હતી. પોલીસે આરોપીઓએ સ્વીકારેલી રૂપિયા ૧૦ હજારની ચલણી નોટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બંને આરોપીઓની અટકાયત કરી છે.

સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા આવેલી મહિલા પાસેથી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ કમળાબેન રણજીતભાઈ ગામિત અને એડવોકેટ પંકજ રમેશભાઈ માકોડેએ ગુનો દાખલ કરવા માટે રૂપિયા ૧૦ હજારની લાંચ માગી હતી.

આખરે મહિલા પોલીસ સ્ટેશન ખાતે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં PSI કમળાબેન ગામિત અને એડવોકેટ પંકજને ઝડપી પાડવામા આવ્યા હતા. બંને આરોપીઓને છઝ્રમ્એ ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી PSI માટે રૂપિયા ૧૦ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here