લતા મંગેશકરને ફરી વેન્ટિલેટર પર શિફ્ટકરાયાં

લતા મંગેશકરને ફરી વેન્ટિલેટર પર શિફ્ટકરાયાં
લતા મંગેશકરને ફરી વેન્ટિલેટર પર શિફ્ટકરાયાં
કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શૉકિંગ અપડેટમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું છે કે, ‘લતાજીની તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેઓને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યાં છે. હજુ પણ તેઓ ICUમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.

Visit Saurashtra Kranti Homepage here

’ લતા મંગેશકર સ્ટુડિયોઝ એન્ડ મ્યુઝિકના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) મયૂરેશ પાઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર (8 જાન્યુઆરી) મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. અત્યારે તેઓ ICUમાં છે અને સારવાર ચાલે છે. દીદી, તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે.

ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યાં હતાં, આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશન છે.ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને હાઉસ હેલ્પરને કારણે ચેપ લાગ્યો હતો. 2019માં લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ 28 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં.

Read About Weather here

આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયાં છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને ‘દાદા સાહેબ ફાળકે’ અવોર્ડથી પણ નવાજવામાં આવ્યાં હતાં. લતા મંગેશકરને 8 જાન્યુઆરી, શનિવારના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here