રૈયાધાર મુખ્યમંત્રી આવાસ યોજના ફ્લેટ ધારકોની વ્યથા: અઢી વર્ષથી કબ્જાની કાગડોળે રાહ

રૈયાધાર મુખ્યમંત્રી આવાસ યોજના ફ્લેટ ધારકોની વ્યથા: અઢી વર્ષથી કબ્જાની કાગડોળે રાહ
રૈયાધાર મુખ્યમંત્રી આવાસ યોજના ફ્લેટ ધારકોની વ્યથા: અઢી વર્ષથી કબ્જાની કાગડોળે રાહ
રાજકોટનાં રૈયાધાર ખાતે બનાવવામાં આવેલી આવાસ યોજનાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. પરંતુ સામાન્ય નજીવું કામ બાકી હોય. આવાસ ધારકોનાં હજુ સુધી આવાસ સોંપવામાં આવ્યા ન હોય ફ્લેટ ધારકો આર.એમ.સી કમિશનરનાં આવેદન પાઠવી રજૂઆત કરી છે.મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારકાધીશ હાઈટ્સ ખાતે રૈયાધાર ખાતે બનાવવામાં આવ્યા છે. આ બે બેડ હોલ, કિચનવાળા ફ્લેટ ધારકોએ મ્યુ.કમિશનરને આવેદન આપી વિગતવાર માહિતી આપીને વહેલી તકે આ આવાસ યોજનાનાં ફ્લેટ સોંપી આપવા માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આવાસ ધારકોએ જણાવ્યું છે કે, આ ફ્લેટનો ડ્રો અઢી વર્ષ પહેલા થઇ ગયેલો છે અને તેનું બાંધકામ પણ દોઢ વર્ષ પહેલા થઇ ગયેલું છે. છતાં પણ ઘણા સમયથી બાકી રહેલું કામકાજ બંધ છે. તેમજ બાંધકામ ખૂબ જ ધીમી ગતિએ ગોકળગાયની ગતિએ ચાલુ હોય. આજ સુધી કામપૂર્ણ થયેલું નથી. ફ્લેટ ધારકોએ આ અંગે 3 વખત રજૂઆત કરી હતી. પરંતુ સતાધીશો ઠાલા આશ્વાસનો આપ્યા રાખે છે અને કામ ઝડપી થઇ જશે, જલ્દી આવાસ સોંપી દઈશું એવું કહ્યા રાખે છે.

આવાસ યોજનાનાં ફ્લેટ ધારકો પોતાની વ્યથા કથા લખતા જણાવ્યું છે કે, અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય અને ભાડાનાં મકાનમાં રહેતા હોય તેમજ સદરહુ ફ્લેટ અમોને ડ્રોમાં લાગતા ફ્લેટની મોટી લોન કરાવેલી હોય અને લોનનાં મોટા હપ્તાઓ પણ ભરતા હોય અને એક વર્ષ ઉપરાંત હપ્તાઓ પણ ભરી આપેલા હોવા છતાં આજ દિવસ સુધી ફ્લેટનું કામ પૂર્ણ કરાવેલું ના હોય અરજી દ્વારા રજૂઆત કરાઈ છે.અરજીમાં વધુ જણાવ્યું છે કે, અમારી સાઈટની સાથે જ ચાલુ કરવામાં આવેલ રાણી ટાવર પાછળની આવાસ યોજનામાં સંપૂર્ણ કામ પૂર્ણ થઇ જતા આ ફ્લેટ ધારકોને ફ્લેટનો કબ્જો પણ આપી દેવામાં આવ્યો છે.

અરજદારો ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિનાં હોય અને ખર્ચાઓ વધી જવા છતાં આજ દિવસ સુધી આપનાં દ્વારા મેન્ટેનન્સની રકમ અને દસ્તાવેજની રકમ પણ સ્વીકારવા તૈયાર હોય તાત્કાલિક રકમ સ્વીકારવા માંગ કરાઈ છેફ્લેટ ધારકો વધુમાં જણાવ્યું છે કે, અમો ભાડાનાં મકાનમાં રહીએ છીએ. તેમજ સ્કૂલ ફી, કોલેજ ફી પણ ભરીએ છીએ. જેથી આ સત્ર પૂરું થવાની તૈયારીમાં હોય અને નવા સત્રમાં બાળકોનાં એડમીશન લેવાના હોય, ડબલ ફીનો બોજ આવે તેમ હોય. તેમજ ધંધા- રોજગારમાં પણ તકલીફ પડે તેમ હોય જેથી બાકી રહેતી મેન્ટેનન્સ અને દસ્તાવેજ પરત્વેની ફી ઉઘરાવવામાં પણ સમય લાગે તેમ હોઈ તો સત્વરે ધારકો આ રકમ જમા આપેલ જેને તાકાલીક કામ પૂરું કરી દસ્તાવેજ કરી આપી ફ્લેટની ચાવી 30/5/22 સુધીમાં સોંપી આપવા અરજદારો માંગ કરી છે.

Read About Weather here

આવાસ યોજનાનાં ફ્લેટ ધારકો નાના અને મધ્યમ વર્ગનાં હોય તેઓની હૃદયસ્પર્શી રજૂઆત કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી જાય તેવી છે. તેમણે રજુ કરેલા તર્ક અને લોજીકનાં સ્થાનિકો તંત્ર પાસે કોઈ જવાબ નથી.રાજકોટ શહેરને મળેલા મ્યુ.કમિશનર માનવીય અભિગમ ધરાવતા અધિકારી છે. નાના શહેરીજનોની વ્યથા- પીડા તેઓ સુપેરે જાણે છે. આવાસ યોજનાનાં ફ્લેટ ધારકોને વહેલી તકે કામ પૂરું કરી ફ્લેટનો કબ્જો સોંપે તેવી વ્યાજબી માંગણી તંત્ર સ્વીકારે તેવી માંગ ઉઠવા પામી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here