રૂ.18 હજારની ભોજનની થાળી…!

રૂ.18 હજારની ભોજનની થાળી...!
રૂ.18 હજારની ભોજનની થાળી...!
જેમાં ત્રિ-દિવસીય ફંક્શન પૂર્ણ થતા તમામ પરિવારજનો અને આમંત્રિત મહેમારો ફરી રાજકોટ પરત ફરશે છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના પુત્ર

Visit Saurashtra Kranti Homepage here

જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઇ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે કરવામાં આવ્યા છે. ગઈકાલે ત્રીજા અને

અંતિમ દિવસે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા જેમાં પણ રજવાડી સ્ટાઇલ થી હાથી ઘોડા અને ઊંટ તેમજ બેન્ડ અને નગારા સાથે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી.

ત્રિદિવસીય જાજરમાન લગ્નના આયોજનમાં ગઇકાલે ત્રીજા અને અંતિમ દિવસે એટલે કે મંગળવારે સાંજે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે સાંજના 3.45 વાગ્યે રજવાડી સ્ટાઇલ થી હાથી,

ઘોડા, ઊંટ તેમજ નગર અને બેન્ડ સાથે જાન પ્રસ્થાન થઇ હતી અને વાજતે ગાજતે જાન લગ્ન મંડપ સુધી પહોંચી હતી ત્યારબાદ સાંજના 7.30 વાગ્યે હસ્ત મેળાપ યોજવામાં આવ્યો અને રાત્રીના સમયે ફેરા ફેરી અગ્નિની સાક્ષીએ હેમાંશી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

જાજરમાન લગ્ન પ્રસંગના પ્રથમ દિવસે સાંજે મહેંદી તેમજ સંગીતની રસમ યોજાઈ હતી જેમાં રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. 3.15 થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે

મહેંદી રસમ અને બાદ સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પોતાના સુર રેલાવ્યા હતા.

ત્રિ-દિવસીય લગ્નમાં બીજા દિવસે સવારે 9.30 વાગ્યે મંડપ મુહૂર્ત અને બપોરના સમયે હલ્દી રસમ યોજાઇ હતી જે બાદ રાત્રીના સમયે સમગ્ર ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો ઉમેદ ભવન પેલેસ ખાતે સૌથી ઉપરના માળે પહોંચી અલ્પાહાર લીધો હતો

અને ત્યાંથી સમગ્ર શહેરની રોશનીનો રાત્રી નજારો નિહાળ્યો હતો. રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પ્રથમ દિવસે રાસ ગરબામાં એશ્વર્યા મજમુદારે રાસની રમઝટ બોલાવી હતી

તો ગઈકાલે બીજા દિવસે બૉલીવુડ નાઇટમાં જાણીતા ગાયક સચિન જીગરની જુગલ જોડીએ ઉકાણી પરિવાર અને આમંત્રિત કલાકર ને બૉલીવુડના ગીતો સંભળાવ્યા હતા, ડીજેના તાલે જુમાવ્યા હતા અને જય તેમજ હિમાંશી સહીતના કપલ ને કપલ ડાન્સ કરાવ્યા હતા.

Read About Weather here

 આ સમયે ત્યાં રાજસ્થાની કલાકારો કરતાલ સાથે બૉલીવુડના ગીતોના સુર રેલાવતા જોવા મળ્યા હતા તો ક્યાંક રાજસ્થાની ગીત સાથે નૃત્ય કરતી મહિલાઓ નજરે પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here