રિક્ષાને ઠોકરે લેતા મહિલાનું મોત : 8ને ઇજા…!

રિક્ષાને ઠોકરે લેતા મહિલાનું મોત : 8ને ઇજા...!
રિક્ષાને ઠોકરે લેતા મહિલાનું મોત : 8ને ઇજા...!
બનાવ અંગે જેતપુર ટાકુડીપરામાં રહેતા રાજેશભાઇ ઉકાભાઇ સોલંકી નામના યુવાને અકસ્માત સર્જી નાસી ગયેલા અમદાવાદ પાસિંગવાળી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેતપુર નજીક શનિવારે રાતે કાર-રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાએ રાજકોટમાં દમ તોડ્યો છે. જ્યારે અન્ય આઠ મહિલાને સામાન્ય ઇજાઓ થઇ છે.

ફરિયાદ મુજબ, માતા લીલાબેન કેટરર્સમાં કામ કરતા હોય ગઇ કાલે રાતે આઠ વાગ્યે રેખાબેન અઘેરા સાથે માતા કરિયા ગામે રિક્ષામાં અન્ય મહિલાઓ સાથે જવા નીકળ્યા હતા.

દરમિયાન રાત્રીના નવ વાગ્યાના અરસામાં બોરડી સમઢિયાળા નજીક અકસ્માત નડ્યાનો રેખાબેનનો ફોન આવતા પોતે પિતા ઉકાભાઇ સાથે બાઇક પર પહોંચ્યા હતા. જ્યાં માતા સહિત નવ મહિલા તેમજ રિક્ષાચાલક ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા.

તેમજ અકસ્માત સર્જનાર અમદાવાદ પાસિંગની કાર પણ ત્યાં જોવા મળી હતી. બાદમાં માતાને તેમજ રિક્ષાચાલકને વધુ ઇજા થઇ હોય 108ને બોલાવી બંનેને સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડાયા હતા.

ત્યારે માતા લીલાબેનને બનાવ અંગે પૂછતા તેમને રોંગસાઇડમાં પૂરઝડપે ધસી આવેલી કારે રિક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાનું જણાવ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસમથકના હેડ કોન્સ. એમ.ટી.ચુડાસમા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો

Read About Weather here

અને અકસ્માત સર્જી નાસી ગયેલા ચાલક સામે ગુનો નોંધ્યો છે.માતાને અકસ્માતમાં આંતરિક ઇજાઓ થઇ હોવાની તબીબે વાત કરતા વધુ સારવાર માટે રાજકોટ જવા નીકળ્યા હતા, પરંતુ જેતપુર બહાર નીકળતા જ માતાએ દમ તોડી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here