રાજ્યમાં વરસાદથી તૂટેલા રસ્તાનાં રીપેરીંગ માટે 74.70 કરોડ જાહેર કરતી સરકાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મરામત કામ અને રોડ રીસર્ફેશ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તત્કાલ રકમ મંજુર કરી: કામ ઝડપથી થાય એ હેતુસર દરેક નગરપાલિકાને રકમ ફાળવી દેવાશે: અ-વર્ગની 22 પાલિકાને 75 લાખ અને ક-વર્ગની 60 પાલિકાને 45-45 લાખ અપાશે

ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે રાજ્યનાં નગરોમાં રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રીસર્ફેશનાં કામો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ.74.70 કરોડ તાત્કાલિક મંજુર કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

નગરપાલિકાઓને કેટેગરી મુજબ આ રકમની ફાળવણી કરવામાં આવી છે. મંજુર રકમમાંથી રસ્તાઓની મરામત કરવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે થર્મો પ્લાસ્ટિક રોડ પેઈન્ટ, કાર્બ પેઈન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફટીનાં કામો પાછળ રકમ વાપરવામાં આવશે.

નાગરિકોને અવર-જવરમાં સરળતા રહે અને ઓછામાં ઓછી તકલીફ પડે એ હેતુસર દરેક નગરપાલિકાઓને તત્કાલ રકમ ફાળવી દેવાનો જનહિત અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીનાં આદેશ મુજબ રાજ્યની અ-વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 75 લાખ અપાશે. બ-વર્ગની 30 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 60 લાખ, ક-વર્ગની 60 નગરપાલિકાઓને દરેકને

રૂ. 45 લાખ તેમજ ડ-વર્ગની 44 પાલિકાઓને પ્રત્યેકને રૂ. 30 લાખ અપાશે. આ રીતે રાજ્યની તમામ 156 નગરપાલિકાઈઓને રસ્તાની મરામત માટે રૂ. 74.70 કરોડ ફાળવવામાં આવશે.

તાજેતરમાં ભારે વરસાદને પગલે રાજ્યભરમાં નાના મોટા શહેરોમાં રસ્તાઓની હાલત એકદમ ખરાબ થઇ છે અનેક જગ્યાએ ખાડા પણ પડી ગયા છે.

Read About Weather here

મહાનગરોમાં પણ આ સમસ્યા ગંભીર બની ગઈ છે. ખાડાથી ભરપુર રસ્તાઓને કારણે લોકોની હાડમારીનો કોઈ પાર રહેતો નથી. વાહન ચાલકો માટે તો આવા રસ્તાઓમાંથી નીકળવાની અશક્ય બની જાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here