રાજ્યના 70 મામલતદારોની બદલી

રાજ્યના 70 મામલતદારોની બદલી
રાજ્યના 70 મામલતદારોની બદલી
રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા અધિકારીઓની ચૂંટણીલક્ષી બદલીઓના ઓર્ડરો બહાર પાડી દીધો છે. તેની સાથોસાથ 27 જેટલા નાયબ મામલતદારોને વર્ગ-2માં પ્રમોશન આપી ઓર્ડરો ઇશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે ફરજ બજાવતા એચ.આર. સાંચલાને મોરબી મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્યા છે. તેની સાથોસાથ રુડાના મામલતદાર કે.જી. લુક્કાને કેશોદ મામલતદાર બનાવવામાં આવ્યા છે. જ્યારે નોન એગ્રીકલ્ચરલ ડીપાર્ટમેન્ટ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પી.આર. પુરોહીતને કાલાવડ (જામનગર) ખાતે બદલી કરી મામલતદારનો ચાર્જ સોંપવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

મોરબી મામલતદાર તરીકે ફરજ બજાવતા પી.એમ. સરડવાને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ચીટનીસ તરીકે તેમજ કેશોદ મામલતદાર તરીકે ફરજ બજાવતાં એચ.એમ. પરમારની રાજકોટ શહેર સાઉથ મામલતદાર કચેરી ખાતે નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત કાલાવડના મામલતદાર ડી.એમ. રેવરને વિસાવદર મામલતદાર કચેરીમાં,જામનગરના મામલતદાર બી.ટી. સવાણીને માળીયા હાટીના મામલતદાર, પોરબંદર કલેક્ટર કચેરીના પબ્લીક રિલેશન ઓફીસર એસ.એ. જાદવને રાજુલા મામલતદાર તરીકે મુકવામાં આવેલ છે. જૂનાગઢ મામલતદાર વી.આર. માકડીયાને માળીયા મિયાણા મામલતદાર બનાવવામાં આવ્યા છે.પોરબંદર કલેક્ટર કચેરીના ચીટનીસ યુ.ડી. વીરડીયાની અમરેલી મામલતદાર તરીકે, ધ્રાંગધ્રાના મામલતદાર એસ.બી.ફળદુની એડીશનલ ચીટનીસ તરીકે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં બદલી કરાયેલ છે તેની સાથોસાથ ભાવનગર કલેક્ટર કચેરીમાં ડીઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.બી. પરમારની એડીશનલ ચીટનીસ તરીકે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં બદલી કરવામાં આવી છે. જુનાગઢ કલેક્ટર કચેરીના ચીટનીસ જી.બી. જાડેજાની કોટડાસાંગાણી મામલતદાર તરીકે, જામનગર કલેક્ટર કચેરીમાં ડીઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.કે. જગડને રાજકોટ કલેક્ટર કચેરીમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે મુકવામાં આવેલ છે. તેમજ ભાવનગર કલેક્ટર કચેરીનાં ડીઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા પરમારની જેસર મામલતદાર તરીકે, બોટાદ કલેક્ટર કચેરીના મામલતદાર આર.એલ. ચૌહાણની એડીશનલ ચીટનીસ તરીકે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં બદલી કરાયેલ છે.

Read About Weather here

અમરેલી કલેક્ટર કચેરીનાં પબ્લીક રિલેશન ઓફીસર પી.એમ.મહેતાની વડીયા મામલતદાર તરીકે, કચ્છ કલેક્ટર કચેરીમાં ચીટનીસ તરીકે ફરજ બજાવતા ડી.એચ. ઝાલાની ગાંધીધામ મામલતદાર તરીકે, વડીયા મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.જે. ખોડભાયાની અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે, ઉપરાંત જુનાગઢના મામલતદાર ટી.બી. ત્રિવેદીને સિહોર મામલતદાર તરીકે, રાજુલા મામલતદાર એચ.જે. ગોહીલની માંગરોળ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ગુજરાતનાં કુલ 70 મામલતદારની ચૂંટણીલક્ષી બદલીઓ કરી રાજ્યના રેવન્યુ ડીપાર્ટમેન્ટનાં ડેપ્યુટી સેક્રેટરી અમિત ઉપાધ્યાય દ્વારા ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. તેની સાથોસાથ રાજ્યનાં 28 જેટલાં ડેપ્યુટી મામલતદારોને રેવન્યુ સર્વિસમાં વર્ગ-2નાં પ્રમોશન આપવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here