રાજુલાનો શખ્સ ડ્રગ્સ-ચરસ-ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
એટીએસે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી એમડી, ચરસ અને ગાંજાના જથ્થા સાથે અમરેલીના રાજુલાના શખ્સને ઝડપી લઈ તેની પાસેથી મોટી માત્રામાં કેફી પદાર્થનો જથ્થો કબજે કર્યો છે.એટીએસને બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમાં ડ્રગ્સના જથ્થાની મોટી ખેપ લઈને રાજુલાનો શખ્સ આવી રહ્યો છે. ગુજરાતમાંથી ડ્રગ્સ, ચરસ-ગાંજાના વેચાણની બદીને જડમૂળથી ડામી દેવા માટે પોલીસે કમર કસી લીધી છે ત્યારે રાજ્યમાં દરરોજ કોઈને કોઈ શહેરમાંથી ડ્રગ્સના જથ્થા સાથે બૂટલેગરો પકડાઈ રહ્યા છે ત્યારે ગુજરાત એટીએસને ડ્રગ્સ નેટવર્ક મામલે મોટી સફળતા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પછી એટીએસે વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી તેમાં રાજુલાનો શખ્સ ઝડપાઈ ગયો હતો. આ શખ્સ પાસેથી 80 ગ્રામ એમડી, 325 ગ્રામ ચરસ અને 350 કિલો ગાંજો મળી આવતાં તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલો રાજુલાનો શખ્સ ડ્રગ્સ તેમજ ચરસ-ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં તે કોને આપવાનો હતો, આ ઉપરાંત તે કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલો છે અને શું ખાલી અમદાવાદમાં જ ડ્રગ્સનું વેચાણ કરે છે.

Read About Weather here

આ સાથે જ બંધાણીઓને ડ્રગ્સ પૂરું પાડવા માટે બૂટલેગરો પણ મેદાને પડી ગયા હોય તેવી રીતે મોટી સંખ્યામાં જથ્થો મગાવીને તેનું વેચાણ કરી રહ્યા હોવાથી આ નેટવર્કને ડામી દેવા માટે સરકારના આદેશ બાદ પોલીસ પણ આક્રમક બની છે અને ધડાધડ આ ધંધા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી રહી છે.કે પછી ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પહેલાં ડ્રગ્સ વેચી ચૂક્યો છે ? તે સહિતના મુદ્દે એટીએસે સઘન તપાસ આદરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે કોઈપણ ભોગે ડ્રગ્સ ખરીદવા માટે એડીચોટીનું જોર લગાવી દે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here