રાજસ્થાન-યુપીમાં આકાશી વિજળીનું તાંડવ, 31 થી વધુના મોત

રાજસ્થાન-યુપીમાં આકાશી વિજળીનું તાંડવ, 31 થી વધુના મોત
રાજસ્થાન-યુપીમાં આકાશી વિજળીનું તાંડવ, 31 થી વધુના મોત

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં 7 બાળકોને ભરખી યમરૂપ વિજળી

છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વચ્ચે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી યમદુતના રૂપમાં ત્રાટકેલી વિજળીથી મોતનું તાંડવ રચાયું છે અને 28થી વધુ લોકો વિજળી ત્રાટકવાથી મોતને સરણે થઇ ગયા છે.

Subscribe Saurashtra Kranti here

બન્ને રાજયોમાં મળીને 35થી વધુ લોકો ગંભીર રીતે ધાયલ થયા હોવાનું જાહેર થયું છે. આજની સૌથી મોટી કરૂણ ભયાનક દુર્ઘટના જયપુરના ઐતિહાસીક આમેડ જિલ્લામાં બની હતી જયાં વોચ ટાવર પર ચડીને સેલ્ફી લઇ રહેલા લોકો પર ભયાનક અવાજ સાથે વિજળી ત્રાટકતા 11 લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા હતા.

જયારે અન્યો 16થી વધુ લોકોને ગંભીર ઇજાઓ સાથે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયપુરના અધિક પોલીસ કમિશનર રાહુલ પ્રકાશે વોચ ટાવર હોનારતમાં 11ના મૃત્યુ દર્શાવ્યા છે જયારે પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે કુલ 16 મૃત્યુ થયાની પુષ્ટી કરી છે.

રાજયમાં કુલ 31થી વધુ મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આમાંથી વોચ ટાવર હોનારતમાં 11 અને રાજયમાં અન્યત્ર વિજળી પડવાથી 20નાં મોતનો સત્તાવાર આંકડો જાહેર થયો છે.

પોલીસે જણાવ્યું હતું કે, વરસાદ ચાલુ થતા ખીલી ઉઠેલી કુદરતનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો આમેડ કિલ્લા અને આસપાસની પહાડી ભુમી પર ફરવા માટે પહોંચી ગયા હતા અનેક લોકો ફલાવર વેલીમાં પણ હોવાનું માનવામાં આવે છે.

રેસ્કયુ ટીમોએ પહાડી વિસ્તારમાંથી 35થી વધુ લોકોનું અત્યાર સુધીમાં રેસ્કયુ કર્યુ છે. કેટલાક લોકો બીકના માર્યા ટાવર પરથી નીચે કુદી પડયા હતા. એમની ખીણમાં શોધ ચલાવવામાં આવી રહી છે. જે લોકો નીચે કુદી પડયા હતા એમના બચવાની આશા ઓછી છે.

વોચ ટાવરમાં માર્યા ગયેલા લોકોના નામ અમન, રહેમાન, અબદુલ, શોએબ, ફૈઝ, શરીફ, ઇરજાદ અલી, સમીર, શાહીદખાન, શાહીલ, આરીફ, સાદાબ, સોનું, નિર્મલ મહાવર અને વિશ્ર્વજીત હોવાનું જાહેર થયું છે.

પહાડી વિસ્તારમાં વિજળી પડતા 12 વર્ષના જીશાન, 22 વર્ષના શોએબ, શાકીદ, નાઝીમ, 25 વર્ષના રાજાદાસ, અભિનેસ, વૈભવ, અમિત શર્મા અને શિવાની શર્માનું કરૂણ મૃત્યુ થયાનું જાહેર થયું હતું. આ દુર્ઘટનાથી સમગ્ર રાજસ્થાન અને યુપીમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

મુખ્યમંત્રી ગેહલોતે મરનારના પરીવારજનો માટે રૂ.5-5 લાખની સહાય જાહેર કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ તાંડવથી થયેલી જાનહાની અંગે ધેરાશોકની લાગણી વ્યકત કરી હતી.

તેમણે મૃતકોના પરીજને ધેરી દીલસોજી પાઠવી હતી. રાજસ્થાનમાં જાલાવાડ, કોટા, ધોલપુરમાં વિજળી પડવાથી 7 બાળકોના મૃત્યુ થયાનું પણ નોંધાયું હતું. વડાપ્રધાને ભારે આધાતની લાગણી વ્યકત કરી હતી.

બિન સત્તાવાર મૃત્યુઆંક 75 હોવાનું અનુમાન, સૌથી મોટી દુર્ધટના જયપુરમાં : ઐતીહાસિક આમેળના કિલ્લામાં વોચ ટાવર પર વિજળી ત્રાટકતા સેલ્ફી લેતા 11નાં મોત, ડઝનબંધ ધાયલ

Read About Weather here

મૃતકોના પરીજનો માટે રૂ.5-5 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોત : યુપીમાં પણ અનેક શહેરોમાં તોફાની વરસાદ સાથે આકાશમાંથી યમના રૂપમાં ત્રાટકતી વિજળી, સંખ્યાબંધ મોત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here