રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ…!

રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ…!
રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ…!
સાંજે ટ્રેન 7.10 વાગ્યે પસાર થતાં સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલવેની GRP અને RPF સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે એક ટિખળખોરે સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક પર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.  આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ મોડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત છે.

ટ્રેન કે યાત્રિકને કોઈ નુકસાન નહીં. વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે ટીખળખોરે તારખૂંટાનો નજીક પોલ ઉખાડી અમદાવાદ તરફના રેલવે-ટ્રેક પર પોલ મૂક્યો હતો. એ ટ્રેક પરથી પસાર થતી રાજધાની ટ્રેને સિમેન્ટના પોલને તોડી નાખ્યો હતો અને ટ્રેનના યાત્રીઓને કે ટ્રેનને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું.

આ ઘટના અંગે રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પાયલોટ મહમદ સિદ્દીકીએ અતુલ રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ GRP, RPF અને વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી.

રાજધાની જેવી VIP ટ્રેનના સમયે કયાં કારણોથી રેલવે-ટ્રેક પર પોલ મૂકવામાં આવ્યો હતો એ અંગે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી બાતમીદારોને સતર્ક કરીને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસે તપાસ હાથ ધરી રેલવે દ્વારા બાઉન્ડરી બાંધવા ઉપયોગમાં લેવાયેલા સિમેન્ટનો પોલ કોણે અને કયાં કારણોથી રેલવે-ટ્રેક પર મૂક્યો હતો એ અંગે પોલીસે તપાસ હાથ ધરી રહી છે. ઘટનાસ્થળે મળેલા પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

Read About Weather here

હાલ આ બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ LCB, રૂરલ પોલીસ, GRP અને RPFની અલગ-અલગ ટીમ બનાવી ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here