રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તબીબી આંદોલનને પગલે સર્જાતી આરોગ્ય કટોકટી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તબીબી આંદોલનને પગલે સર્જાતી આરોગ્ય કટોકટી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તબીબી આંદોલનને પગલે સર્જાતી આરોગ્ય કટોકટી

સિવિલ હોસ્પિટલમાં મળતા સેંકડો દર્દીઓ અત્યારે માત્ર ઈશ્ર્વર ભરોસે; 13 ડિસેમ્બરથી પરિસ્થિતિ વધુ ગંભીર બનશે, તબીબી શિક્ષકો પણ હડતાલ પર જશે

કેટલાક સિનિયર તબીબો દ્વારા ઓપીડી માં દર્દીઓનાં નિદાન અને દવાની કાર્યવાહી ચાલુ, તમામ જુનિયર તબીબોની સતત ચોથા દિવસે પણ હડતાલ યથાવત

રાજકોટ સહિત સૌરષ્ટ્રભરમાં અને ગુજરાતમાં આજે સતત ચોથા દિવસે સરકારી તબીબોની હડતાલ ચાલુ રહી હોવાથી હજારો દર્દીઓ વિના વાંકે અસહ્ય હેરાનગતિ ભોગવી રહ્યા છે અને એક પ્રકારની આરોગ્ય કટોકટી ઉભી થઇ હોય એવા દ્રશ્યો સરકારી દવાખાનાઓ અને ગ્રામ્ય તથા તાલુકા આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી રહ્યા છે. ઓપીડી સહિતની સેવાઓ ખોરવાઈ જવા પામી છે. રાજકોટ સિવિલમાં અત્યારે જુનિયર તબીબો હડતાલ પર હોવાથી સેંકડો દર્દીઓ માટે કેટલાક મુઠીભર સિનિયર તબીબો ફરજ બજાવી રહ્યા છે અને અરાજકતા જોવા મળી રહી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

હડતાલનો કોઈ અંત હજુ નજીક દેખાતો નથી. સરકાર કે આરોગ્યતંત્ર તરફથી પણ એ દિશામાં કોઈ સંકેતો મળી રહ્યા નથી. પરિણામે સૌરાષ્ટ્રભરનાં હજારો દર્દીઓ રઝળી પડ્યા છે. ઓપીડી ની બારીઓ પર લાંબી-લાંબી કતારો જામી ગઈ છે. લોકોને નિદાન કરાવવામાં અને દવા લેવામાં ભારે હાડમારીનો અનુભવ થઇ રહ્યો છે. કોરોના મહામારી અને ઓમિક્રોન નામના નવા વાયરસનાં ભય વચ્ચે સરકારી હોસ્પિટલોમાં પ્રચંડ ભીડ જોવા મળી રહી છે. પરિણામે કોરોના સંક્રમણ ફરીથી વધી જવાનો ડર પણ ઉભો થયો છે.

13 મી ડિસેમ્બરથી પરિસ્થિતિ વધુ વણસી જવાનો ભય છે. કેમકે સિનિયર તબીબી શિક્ષકો પણ અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. પરિણામે દર્દીઓનું શું થશે. એ સવાલ સહુને સતાવી રહ્યો છે. આરોગ્યની કટોકટી ઉભી થઇ છે પણ મહત્વની અને માનવ જીવનને સ્પર્શતી આવશ્યક સેવા ખોરવાઈ ગયાને ચાર દિવસ થઇ ગયા છે. પરંતુ સરકાર કે આરોગ્યતંત્રનાં પેટનું પાણી હલતું નથી અને આમ જનતા પારાવાર પીડાને અને યાતનામાંથી પસાર થઇ રહી છે. તાત્કાલિક ઉકેલ લાવીને તબીબી હડતાલનો અંત લાવવાના પ્રયાસો સરકારે કરવા જોઈએ. એવી ઉગ્ર લોક માંગણી સંભળાય છે.

Read About Weather here

રાજકોટ સિવિલમાં સવારે સેંકડો દર્દીઓ દવા લેવા માટે ઓપીડીમાં ઉમટે છે. પરંતુ કલાકો સુધી કતારમાં ઉભા રહેવા છતાં માંડ-માંડ વારો આવે છે. યોગ્ય નિદાનનાં અભાવે લોક આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓની દયાજનક હાલતની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વોર્ડ ફરજમાંથી પણ તબીબો અત્યારે દૂર છે. ઈમરજન્સી સેવામાં પણ તબીબોની હાજરી નથી. આવી પરિસ્થિતિ જો લાંબો સમય ચાલે તો જન આરોગ્યની દ્રષ્ટિએ તેના ગંભીર પરિણામો આવી શકે છે. તાત્કાલિક ઉકેલ જનહિતમાં રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here