રાજકોટ: વેરો વસુલવા મનપા આક્રમક બનશે

રાજકોટ: વેરો વસુલવા મનપા આક્રમક બનશે
રાજકોટ: વેરો વસુલવા મનપા આક્રમક બનશે

1.50 લાખ જેટલા કરદાતાઓનો વેરો ભરવાનો બાકી, દિવાળી બાદ મિલકત સીલ કરવામાં આવશે
નવેમ્બર માસથી બાકી વેરાની કડક ઉઘરાણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે : મ્યુ.કમિશનર અમિત અરોરા

રાજકોટ મનપા દ્વારા તાજેતરમાં જ જુલાઇ મહીના સુધી મિલકત વેરામાં 5થી 15 ટકા ડીસ્કાઉન્ટની સ્કીમ પૂર્ણ થઇ ત્યારે 4.50 લાખ જેટલા કરદાતાઓ પૈકી 2.25 લાખ જેટલા કરદાતાઓએ આ ડીસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ એડવાન્સ મિલકત વેરો ભરી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

હવે 1.50 લાખ જેટલા કરદાતાઓનો વેરો બાકી છે. જેમાં 10 હજારથી વધુની રકમનાં બાકીદારો ઉપર અલગ અલગ ઝોન વાઇઝ ટીમો ઉતારીને નવેમ્બર માસથી બાકી વેરાની કડક ઉઘરાણી તંત્ર દ્વારા શરૂ થનાર છે.

હાલ પ્રથમ તબક્કે ડીમાન્ડ નોટીસો અપાઇ રહી છે. ત્યારબાદ નળ કનેકશન કપાત, મિલકત સીલ, જપ્તી અને મિલકતની હરરાજી સહીતનાં કડક પગલાઓ તબક્કાવાર લેવાનું શરૂ કરાશે તેમ મ્યુ.કમિશ્નર અરોરાએ જણાવ્યુ છે.

મનપા દ્વારા 1 ઓકટોબરથી બાકી મિલકત વેરા ઉપર 18 ટકા જેટલું વ્યાજ ચડવા મંડયુ છે. જોકે એડવાન્સ મિલકત વેરો ભરનારાને 10 થી 15 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઇ અનેક કરદાતાઓએ વ્યાજ લાગુ થાય તે પહેલા જ મિલકત વેરો ભરી દીધો હતો.

પરિણામે મનપાને વેરા થકી કુલ રૂ.141 કરોડ જેટલી આવક થઇ છે, હવે બાકીદારો પાસે કડક ઉઘરાણી શરૂ કરવામાં આવશે.

આજ દિન સુધીમાં મિલકત વેરો ન ભરનાર કરદાતાઓને નોટીસ પાઠવવામાં આવી રહી છે. નવેમ્બર માસમાં બાકી મિલકત વેરો વસુલવા તંત્ર દ્વારા સીલીંગ, મિલકત જપ્તીની નોટીસ સહિતની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે.

મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ 2021-22માં 2,32,127 કરદાતાઓએ અંદાજીત કુલ 141,36,30,335 કરોડનો મિલકત વેરો આજ દિન સુધીમાં તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે.

મનપા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ 18 વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો વસુલવામાં આવે છે

ત્યારે ચાલુે વર્ષે 1,25,188 કરદાતાઓએ રૂ.63,63,84,627નો મિલકત વેરો ઓનલાઇન ભરપાઇ કરી વધારાનાં રૂ.50 અને 1 ટકાનાં વળતરનો લાભ લીધો હતો.

મનપાની વેરા શાખાને મિલકત વેરાનો ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.340 કરોડનો લક્ષ્યાંકની બજેટમાં જોગવાય કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધીમાં હજુ અંદાજીત રૂ.141 કરોડની આવક થઇ છે

ત્યારે આ વર્ષે મિલકત વેરાનો ટાર્ગેટ પુરો થશે કે કેમ તે જોવાનું રહ્યું. હાલ ટી.પી. શાખા અને વેરા શાખા વચ્ચે મિલકતને લઈને કોઇ લિંક નથી. પરંતુ હવે નવો સોફ્ટવેર બનાવાયો છે જેને કારણે ટી.પી.

Read About Weather here

શાખા જ્યારે પણ કોઇ બિલ્ડિંગને કમ્પ્લીશન સર્ટિ અથવા તો યૂઝ સર્ટિફિકેટ આપશે એટલે તુરંત જ તે અંગે વેરા વસૂલાત શાખાને પણ જાણ થશે અને ઓટોમેટિક નવું વેરાબિલ જનરેટ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here