રાજકોટ મ.ન.પા.નું 2291.24 કરોડનું બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજૂર

RAJKOT-BUDGET-2021-22-બજેટ
RAJKOT-BUDGET-2021-22-બજેટ

Subscribe Saurashtra Kranti here

વર્ષ 2021-22 માટે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરએ કુલ રૂ.2275 કરોડનું બજેટ સૂચવ્યુ

બજેટ 2021-22

57.90 કરોડની નવી યોજનાઓનો ઉમેરો

સોરઠિયા વાડી અને 150 ફુટ રીંગ રોડ પર રાધે ક્રિષ્ના હોટલ પાસે તથા કોઠારિયા વિસ્તારમાં બ્રિજ બનશે : વોર્ડ નં. 12માં ઇન્ડોર સ્ટેડિયમ : પારડી રોડ પર અદ્યતન ઓડિટોરીયમ બનશે : કોલ સેન્ટરમાં આમુલ પરિવર્તન આવશે

10 ઈ-ટોઇલેટ બનાવશે

શહેરીજનોની સુવિધા માટે શહેરમાં રેસકોર્સ સંકુલમાં 02 તથા ત્રિકોણબાગ સિટી બસસ્ટોપ પાસે 01 એમ, કુલ 03 ઈ ટોઇલેટ કાર્યરત છે. શહેરના ગીચ વિસ્તારોમાં પબ્લિક ટોઇલેટની સુવિધા નહિવત્ છે અને સામાન્ય રીતે આ વિસ્તારો વ્યાપારિક હોઈ, ત્યાં આવતા લોકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ 10 ઈ-ટોઇલેટ મુકવામાં આવશે. આ માટે આગામી વર્ષ રૂ.100 લાખની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે.
ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં આવશે

પર્યાવરણની સુરક્ષા માટે, ઈંધણ ખર્ચ બચાવવા માટે તેમજ પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોના નિભાવ મરામત માટે થતો ખર્ચ ઘટાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્ષેત્રીય કામગીરી માટે પરંપરાગત ઈંધણને બદલે વીજ શક્તિથી ચાલતી ઈલેક્ટ્રીક કાર વસાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે પ્રારંભિક તબક્કે 6 ઈલેક્ટ્રીક કાર વસાવવામાં આવશે. આ માટે આગામી વર્ષ રૂ.100 લાખની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે.

ત્રણેય ઝોનમાં ફક્ત મહિલાઓ માટેના ગાર્ડન :-

મહિલાઓ સ્વતંત્ર રીતે હરીફરી શકે, પોતાનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા માટે યોગા કે કસરત કરી શકે તે ઉદ્દેશથી શહેરના ત્રણેય ઝોનમાં ફક્ત મહિલાઓ માટેના ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. આ ગાર્ડનમાં હિચકા, લપસિયા તેમજ કસરતના સાધનો પણ મુકવામાં આવશે. તેમજ જોગર્સ પાથ પણ બનાવવામાં આવશે. આ માટે રૂ.100 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ :-

શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ પાર્ટી પ્લોટની સુવિધા પરવડી શકે તેવા નજીવા દરથી ઉપલબ્ધ કરાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ ત્રણેય ઝોનમાં એક એક નવો પાર્ટી પ્લોટ વિકસાવવાનું આયોજન કર્યું છે. આ યોજના માટે રૂ.150 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયુ હતુ ત્યારબાદ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી. રાજકોટ શહેર ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે તેમજ દેશ વિશ્વના શ્રેષ્ઠ શહેરોની હરોળમાં સ્થાન પામે તેની કૂચમાં શહેરના છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે. સાથોસાથ આ વિસ્તારોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓનું માળખુ પણ વધુ મજબુત બને તે બાબતે પુરતુ લક્ષ્ય આપવામાં આવ્યું છે.

આગામી નાણાકીય વર્ષ 2021-22નું મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવુ રૂા. 2294.24 કરોડનું ચૂંટણીલક્ષી કરબોજ વિનાનું બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયું. આ બજેટમાં વોર્ડ નં. 12માં ઇન્ડોર સ્ટેડિયમ, સોરઠીયા વાડી, 150 ફુટ રીંગ રોડ પર રાધે ક્રિષ્ના હોટલ પાસે તથા કોઠારીયા વિસ્તારમાં ખોખડદળ નદી પાસે બ્રીજ તથા પારડી રોડ પર ઓડીટોરીયમ, મહિલાઓ માટે ગાર્ડન, કોલ સેન્ટરમાં આમુલ પરિવર્તન સહિતની 22 નવી યોજનાઓમાં રૂા. 56.70 કરોડનો ઉમેરો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયુ હતુ ત્યારબાદ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી.

વર્ષ 2021-22 માટે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરએ કુલ રૂ.2275 કરોડનું બજેટ સૂચવ્યુ હતુ. કમિશનરે સૂચવેલા વિવિધ વિકાસકાર્યોના પ્રસ્તાવો પર સ્ટેન્ડિંગ કમિટીએ ઊંડાણપૂર્વકની ચર્ચાવિચારણા કરી, શહેરનો સર્વાંગી વિકાસ ધ્યાને રાખી, યથાયોગ્ય નિર્ણયો કર્યા છે. એ સર્વવિદિત છે કે, વર્ષ 2015માં કોઠારિયા અને વાવડી ગામ રાજકોટમાં ભળતા, શહેરનું ક્ષેત્રફળ વધીને 127.21 ચો.કિ.મી. થયુ હતું આ પછી વર્ષ 2020માં મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર (મનહરપુર-1 સહિત)ના ગામો રાજકોટમાં ભળ્યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને 161.86 ચો.કિ.મી. થયુ છે.

વસ્તી અને વિસ્તારોમાં થયેલ વધારાને કારણે રાજકોટ મહાનગરપાલિકા પર વધુ જવાબદારીઓ આવી છે. આ સંજોગોમાં પણ સરકારશ્રીની નસૌની યોજનાથ અંતર્ગત આજી ડેમ તથા ન્યારી ડેમ નર્મદા નીરથી છલોછલ ભરેલ છે.

Read About Weather here

સમગ્ર શહેરમાં પાયાની સુવિધાઓની સાથોસાથ આધુનિક સેવાઓ-સુવિધાઓનું માળખું પણ વધુ સુદ્રઢ બને તેવા હેતુ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.2291.24 કરોડનું કદ ધરાવતું વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ મંજુર કરેલ છે તેમજ કમિશનરએ સુચવેલા બજેટના કદમાં રૂ.16.24 કરોડના વધારા સાથે નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા વર્ષ 2021-22ના અંદાજપત્રમાં શહેરના લગભગ તમામ સેક્ટરને આવરી લેવા કવાયત કરી છે. આમ છતાં, શહેરમાં નવા ભળેલા વિસ્તારોને પણ વિકાસ કાર્યોમાં પુરતો ન્યાય મળે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ ગહન અભ્યાસ કરી, રૂ.56.70 કરોડના વિવિધ કામો અને પ્રોજેક્ટ્સ બજેટમાં સામેલ કર્યા છે. સાથોસાથ શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ આસાનીથી મળી રહે તે બાબત પર પણ વિશેષ ભાર મુકવામાં આવેલ છે.

આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાની જાહેર સેવા વ્યવસ્થા વધુ લોકભોગ્ય બને તે માટે કોલ સેન્ટર અપગ્રેડેશન, વોટ્સએપ આધારિત સેવાઓ, આરોગ્ય કેન્દ્રોનું અપગ્રેડેશન વગેરે જેવા પ્રોજેક્ટસ પણ બજેટમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત, કોઠારિયા, વાવડી વિસ્તારના લોકો માટે નવો બ્રિજ, નવા સી.સી. રોડની સુવિધા તથા શહેરમાં ઈ- લાઇબ્રેરી, વોંકળા પાકા કરવા, મહિલા હાટ, થીમ બેઇઝડ ચિલ્ડ્રન પાર્ક તેમજ પર્યાવરણના સંરક્ષણ અર્થે ગો ગ્રીન ક્ધસેપ્ટ, મૃત પશુના નિકાલ માટે અદ્યતન ઇન્સીનરેટર મશીન, પી.પી.પી. ધોરણે મીયાવાંકી ક્ધસેપ્ટથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ક્ષેત્રીય કામગીરી માટે ઇલેક્ટ્રિક કાર ખરીદ કરવા સહિતની યોજનાઓ પણ આ બજેટમાં સામેલ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here