રાજકોટ માટે એક સુવર્ણ યુગનો અંત આવ્યો

રાજકોટ માટે એક સુવર્ણ યુગનો અંત આવ્યો
રાજકોટ માટે એક સુવર્ણ યુગનો અંત આવ્યો

પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ચેતન રામાણીની પ્રતિક્રિયા
રૂપાણીએ લોકઉપયોગી કાર્યો કરી હંમેશને માટે પ્રજાના હૃદયમાં વસવાટ કર્યો: ચેતન રામાણી

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામા આપ્યા બાદ પ્રતીક્રિયા આપતા કહ્યુ હતુ કે,

Visit Saurashtra Kranti Homepage here

સમાચાર સાંભળ્યા બાદ જાગૃત અવસ્થામાં પણ માન્યમાં ન આવે તેવા વાવળ મળવાથી આઘાત લાગ્યો અને જે વસ્તુની સપને પણ કલ્પના ન હોય તેવુ બનતા ગુજરાત તેમજ સૌરાષ્ટ્રને ખાસ કરીને રાજકોટ પંથક માટે એક સુવર્ણયુગનો અંત આવ્યો છે.

જેની કદી પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે જે ખૂબ દુ:ખદ બાબત કહી શકાય સાથોસાથ રાજયની પ્રજાએ બહુમુખી પ્રતીભા સાર્થે અનેક ઉપનામો ઘરાવતા જેવા કે યશસ્વી, સંવેદનશીલ, નિષ્ઠાવાન, લોકપ્રિય મનાતા મુખ્યમંત્રીનો ખાલીપાનો એહસાસ થયો છે

અને પ્રજાજનોનુ તો એવુ ચોકક્સ પણે માનવુ છે કે તેમના પાંચ વર્ષના શાસનમાં ચિકકાર વિકાસકાર્યો તો થયા પણ સાર્થોસાથ ઝંઝાવત વગરનુ રાજકારણ અને તેમા પણ પાંચ વર્ષમાં તેમના પર એકપણ વ્યક્તિગત આક્ષેપ થયો નથી.

તેમના રાજ્યમાં એકપણ આંદોલન થયું નથી. રાજકોટ કોરોના જેવી મહામારીમાં જ્યારે દુનિયાની સર્વોચ્ચ સરકારોની આર્થીક અને સામાજીક વ્યવસ્થાઓ ડગમગી ગઇ તી ત્યારે પણ અભુતપુર્વ

કામગીરી કરી કે સર્વોચ્ચ અદાલતે અને વિશ્ર્વ સ્વાથ્ય સંગઠને પણ તેની નોંધ લેવી પડી એવા કાર્યો કરી ગરવા ગુજરાતીઓના નાથે એ ગર્વ અપાવી વિકાસની ગાડીને હરણફાળ ભરાવી હતી.

અંતમા રામાણીએ રૂપાણી સાહેબને ઉત્તરોતર પ્રગતી કરે તેમજ એમની કાર્ય-શક્તી અને એમની કાર્યપધ્ધતીનો લાભ સમગ્ર ભારત વર્ષની જનતાને મળે અને

Read About Weather here

વિવિધ ક્ષેત્રના આગેવાનો-પદાધીકારીઓ – કાર્યકર્તાઓ – જનતા વચ્ચે સંલગ્ન કરી સુગમતા લાવે તેમજ લોકપયોગી કાર્યમાં હરહંમેશ અગ્રેસર રહે એ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here