રાજકોટ મનપાનાં કોમ્યુનિટી હોલનાં બુકિંગ માટે ધસારો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આગામી ત્રણ માસનાં સમય માટે કુલ 460 જેટલા બુકિંગ થયા

રાજકોટમાં આગામી ત્રણ મહિના લગ્ન પ્રસંગનાં મુહૂર્ત હોવાથી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં કોમ્યુનિટી હોલનાં બુકિંગ માટે અરજદારોનો જોરદાર ધસારો થઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી ત્રણ મહિનાનાં સમયગાળા માટે વિવિધ પ્રસંગો માટે શહેરીજનોએ કુલ 460 જેટલા બુકિંગ કરાવ્યા છે.શહેરમાં મનપા હસ્તકનાં કુલ 19 કોમ્યુનિટી હોલ છે. જેના કુલ 27 યુનિટ લગ્ન, સગાઇ અને ધાર્મિક વગેરે પ્રસંગો માટે ભાડે આપવામાં આવે છે.

મોટાભાગનાં હોલનું ભાડું ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય તેવું હોવાથી લોકો મનપા કોમ્યુનિટી હોલની વધુ પસંદગી કરે છે.મનપાની એસ્ટેટ શાખાની યાદી અનુસાર લગ્ન પ્રસંગ માટે વધુમાં વધુ 90 દિવસ પહેલા રીઝર્વેશન કરી આપવામાં આવે છે.

જયારે અન્ય પ્રસંગો માટે 30 દિવસ પહેલા બુકિંગ કરી દેવામાં આવે છે. મનપાની વેબસાઈટ અને છખઈ ની મોબાઈલ એપ પર ઓનલાઈન બુકિંગની સુવિધા પણ છે.

તેમજ એસ્ટેટ શાખાની ઓફીસ ખાતે ઓફલાઈન બુકિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવેમ્બરથી જાન્યુઆરી સુધીનાં ત્રણ માસ માટે લગ્ન પ્રસંગનાં 422 બુકિંગ થયા છે.

Read About Weather here

અન્ય પ્રસંગો માટે 38 બુકિંગ થયા છે. સૌથી વધુ 70 બુકિંગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોય (પેડક રોડ) માટે થયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here