રાજકોટ-ભાવનગર સહિત 8 ટીપી સ્કીમને એક દિવસમાં મંજૂરી આપતા મુખ્યમંત્રી

રાજકોટ-ભાવનગર સહિત 8 ટીપી સ્કીમને એક દિવસમાં મંજૂરી આપતા મુખ્યમંત્રી
રાજકોટ-ભાવનગર સહિત 8 ટીપી સ્કીમને એક દિવસમાં મંજૂરી આપતા મુખ્યમંત્રી

શહેરી વિકાસને ગતિ આપવા માટે રાજ્ય સરકારનું મહત્વનું પગલું: આંતર માળખાકીય સુવિધાઓમાં વધારો થશે: રાજકોટનાં વાવડીમાં ટીપી સ્કીમ નં.25 ની યોજનાનો સમાવેશ

ગુજરાતનાં શહેરી વિકાસને વેગવાન બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ અને ભાવનગર સહિત ચાર શહેરોની 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં અમદાવાદની પાંચ ડ્રાફટ ટીપી સ્કીમ, રાજકોટ અને ભાવનગરની એક તથા પાટણની એક પ્રીલીમીનરી યોજનાને મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ યોજનાઓ મંજુર કરી હોવાથી શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉભી થશે.

વિકાસ કામો માટે કુલ 72.34 હેક્ટર જમીન પ્રાપ્ત થશે. પાટણને મિલાવી લેતા 4 શહેરોમાં સરેરાશ 86.31 હેક્ટર જમીન પ્રાપ્ત થશે.રાજકોટની વાવડીમાં ટીપી સ્કીમ નં.25 તેમજ ભાવનગરનાં સિદસરમાં ટીપી સ્કીમ નં.28 મંજુર થઇ છે.

અન્ય ડ્રાફટ સ્કીમમાં અમદાવાદનાં નરોડાની અને સાંતેજની સ્કીમનો સમાવેશ થાય છે. આ ચારેય શહેરોમાં સમપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગનાં લોકો માટેનાં રહેઠાણ, બાગ-બગીચા વગેરેનું નિર્માણ થશે.

ઉપરાંત માળખાકીય સુવિધા ઉભી કરવા માટેનાં ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. દરમ્યાન મુખ્યમંત્રીએ રાજ્યનાં વિકાસ પ્રોજેક્ટની પ્રગતિ અને કામગીરીની સમીક્ષા કરવા માટે દર મહિનાનાં પ્રથમ બુધવારે ઉચ્ચ સ્તરની બેઠક યોજવાનું શરૂ કર્યું છે.

ગઈકાલે બુધવારે યોજાયેલી પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, શહેરોમાં વસતા આવાસ વિહોણા લોકોની સેલ્ટર હોમ યોજના, ધરોઈ ડેમ વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ અને ડાયમંડ બુર્ષ તથા ડ્રીમ સીટી સુરત યોજનાઓની મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

Read About Weather here

આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, મુખ્યસચિવ પંકજ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here