રાજકોટ ભાજપનાં સ્નેહમિલનમાં ઉકળાટ!

રાજકોટ ભાજપનાં સ્નેહમિલનમાં ઉકળાટ!
રાજકોટ ભાજપનાં સ્નેહમિલનમાં ઉકળાટ!

પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ વચ્ચે બોલચાલી થયાનો વીડિયો વાયરલ
હવે પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કાર્યક્રમ થશે

રાજકોટમાં ગઈકાલે શહેર ભાજપ દ્વારા એક પાર્ટી પ્લોટમાં યોજાયેલા સ્નેહમિલનનો કાર્યક્રમ અરસપરસ સ્નેહને બદલે ઉદ્દ્વેગ, બોલાચાલી, અરસપરસ અસંતોષ, જૂથવાદનાં ખુલ્લે આમ નિદર્શનનાં કારણે ભાજપ માટે પ્રતિષ્ઠાની હાની સમાન બની હોવાની ચર્ચા જોરશોરથી થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર આવા મહત્વનાં કાર્યક્રમમાં ભાજપનાં પીઢ અને વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા તથા રાજકોટનાં ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણીની ગેરહાજરી સૂચક બની રહી હતી.

કેટલાક આગેવાનોએ બધું ઠીકઠાક હોવાનો બચાવ કર્યો હતો. પરંતુ સ્નેહમિલનમાં ક્યાંય પણ કોઈ આગેવાનો કે કાર્યકરો વચ્ચે સ્નેહની ગાંઠ જોવા મળી ન હતી.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ પ્રકારનાં કોવિડ પ્રોટોકોલ ભુલાઈ ગયા હતા, સામાજીક અંતર અને માસ્કનાં નિયમો રાબેતા મુજબ વિસરી જવામાં આવ્યા હતા.

એવું જાણવા મળ્યું છે કે ચાલુ કાર્યક્રમમાં એક તબક્કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાંસદ રામભાઈ મોકરીયા વચ્ચે બોલચાલનો એક વિડીયો પણ ઝડપથી વાયરલ થયો હતો.

એવું કહેવાય છે કે રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ કોઈ વાતચીત કરતા હતા ત્યારે ત્યાં વચ્ચે સાંસદ મોકરીયા આવતા રૂપાણીએ એમને બેસી જવાનો ઈશારો કર્યો હતો.

ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું હતું કે હું સાલ મુબારક કરવા રૂપાણી પાસે ગયો હતો. સાંસદ અને ધારાસભ્ય બંને એ બોલાચાલીની વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.
જો કે એ પણ હકીકત છે કે ભાજપનાં કાર્યકરો જુથવાદનાં દ્રશ્યોને કારણે કંટાળી ગયા હતા

અને નેતાઓનાં ચાલુ પ્રવચન હતા ત્યારે ઘણા બધા કાર્યકરોએ ચાલુ ભાષણે ચાલતી પકડી લીધી હતી. વ્યવસ્થા સંભાળતા કાર્યકરો ખુરશી પર બેઠા રહેવા અને ચાલ્યા ન જવા વિનંતી કરતા દેખાયા હતા.

Read About Weather here

શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં આ રીતે જૂથવાદ સ્પષ્ટ રીતે સપાટી પર આવી ગયો હતો. હવે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે શું થશે તેની ચર્ચા શહેર ભાજપનાં જોરશોરથી ચાલવા લાગી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here